રાજકોટ : ભાવનગરના ભીલવાડા વિસ્તારમાં રહેતા કોરોના દર્દી અશરફ હારૂન ઓનેસ્ટનું (ઉં.વ 50) સારવાર દરમિયાન આજે આઇસોલેશ વોર્ડમાં મોત નિપજ્યું હતું. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા 29 માર્ચથી આઇશોલેશન વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી. અશરફભાઇને ડાયાબિટીસની પણ બિમારી હતી. 13 એપ્રિલથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં કોરોનાને કારણે આ ત્રીજી વ્યક્તિનું મોત નિપજ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસી ધારાસભ્યએ આખા રાજ્યને ખતરામાં મુક્યું? કોરોના હોવા છતા CM સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક


ભાવનગર માટે વધુ સારા સમાચાર આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા બે દર્દીઓનાં રિપોર્ટ પોઝિટિવ આવતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સાત દર્દીઓ કોરોના પોઝિટિવમાંથી મુક્ત થયા છે. ભાવનગરમાં સાંઢીયાવાડમાં રહેતા 65 વર્ષીય ઉસ્માનભાઇ મુલતાનીનો પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


ગુજરાતનાં પોલીસ જવાનો હાલ ફરજ નહી પરંતુ માનવતાનું સર્વોચ્ચ કામ કરી રહ્યા છે: DGP


સાંઢીયાવાડમાં રહેતા સબાનાબેન મુલતાણી નામની 20 વર્ષીય યુવતી રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેને આઇશોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોની સધન સારવાર બાદ બંન્ને બે વાર રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર