બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના કથિત પેપર લીક બાદ ગૃહ રાજ્યમંત્રી એક્શન મોડમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ કથિત પેપર લીક બાદ બોલાવી બેઠક હતી. જે જિલ્લા પર આક્ષેપો થયા છે ત્યાંના અધિકારીઓ સાથે તેઓ બેઠક કરશે. ત્યારે આજે બપોરે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપશે. ત્યારે હાલ સૌની નજર અસિત વોરાની કોન્ફરન્સ પર છે. જેમાં પરીક્ષા રદ થશે કે નહિ તે મામલે ખુલાસો કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 ની અટકાયત કરાઈ
તો બીજી તરફ, હેડ ક્લાર્ક પેપર લીક મામલે શંકાસ્પદ ૮ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર અને સાબરકાંઠાના શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. તમામ શખ્સોની કોલ ડિટેઈલ્સને આધારે અટકાયત કરાઈ છે. સાથે જ પેપર લીકની ઘટનામાં શંકાસ્પદ ભૂમિકા ભજવનારાની પણ અટકાયત કરાઈ છે. 


આ પણ વાંચો : મુંબઈની મોડલે ગુજરાતની ચૂંટણીમા ઝંપલાવ્યું, બિગબી-શાહરૂખ સાથે એડમાં કામ કર્યું છે


ફોટો ફાર્મહાઉસથી વાયરલ થયા 
ગૌણ સેવા પસંદગી પેપર લીક મામલે પ્રાંતિજના ઉંછા પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસ મામલે ખુલાસો થયો છે. જ્યાંથી આ પેપરલીક થયુ હતું. ફાર્મ હાઉસ માલિક ડૉ. નીતિન પટેલે પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે ઇસમે પોતાના મકાનના ફોટા વાયરલ કર્યા છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે. જે ફોટા વાયરલ કરવામાં આવ્યા આવ્યા છે તે મકાન ફાર્મ હાઉસ નથી, પણ તે ડો નીતિન પટેલનું મકાન છે. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું અને તેની સાથે વાયરલ કરવામાં આવેલ ફાર્મ હાઉસના ફોટા ખોટા છે તેવું ડૉ. નીતિન પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, જે ઇસમોએ ફોટા વાયરલ કર્યા છે તેમની સામે અમે પોલીસ ફરિયાદ કરીશું. ડો નીતિન પટેલે પોતાની ઘર બહાર ફોટા પાડતા લોકોના સીસીટીવી પોલીસ અને મીડિયાને આપ્યા છે. 



આ પેપર લીક મામલે રજૂ કરેલા દસ્તાવેજો પૈકી બતાવેલ ઘર અને જગ્યા પર પોલીસ પહોંચી હતી. પ્રાંતિજના ઉંછા ગામના પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસ પર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. એસઓજી અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવીથી સજ્જ ફાર્મ હાઉસનું ડીવીઆર મેળવ્યુ હતું. આ ફાર્મહાઉસ ડો નીતિન પટેલ અને રાજુ પટેલનું છે.