સ્વરૂપવાન અને કામણગારી મોડલે ગુજરાતની ચૂંટણીમા ઝંપલાવ્યું, બિગબી-શાહરૂખ સાથે એડમાં કામ કર્યું છે

ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયત (gujarat election) ની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસ (glamour) બની છે. મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે (Aeshra Patel) દાવેદારી કરી છે.

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયત (gujarat election) ની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસ (glamour) બની છે. મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે (Aeshra Patel) દાવેદારી કરી છે.

1/12
image

સંખેડા તાલુકાના કાવીઠા ગામનું સરપંચ પદ મહિલા માટે અનામત છે. ત્યારે આ બેઠક પર ચાર મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આવામાં કાવીઠા ગામની જ અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ સરપંદ પદ માટે ઉમેદવારી કરી છે.  એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી પિતાના પગલે તેઓ પણ રાજનીતિમાં નીકળી પડ્યાં છે. 

કોણ છે એશ્રા પટેલ

2/12
image

એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ (modeling) કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.

3/12
image

ગ્લેમરસ ફિલ્ડમાંથી રાજકારણમાં આવનાર એશ્રા પટેલ કહે છે કે, દેશદુનિયા ફર્યા બાદ મને એમ થયુ કે મારે મારા ગામ માટે પણ કંઈક કરવુ જોઈએ. તેથી મેં આ ચૂંટણીમાં ઝંપલાવ્યું.

4/12
image

5/12
image

6/12
image

7/12
image

8/12
image

9/12
image

10/12
image

11/12
image

12/12
image