ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતમા પેપર લીકના કૌભાંડો બાદ અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો હતો. યુવરાજસિંહે 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટિમેટમનું સુરસુરિયું થઈ ગયું હતું. ભાજપ કાર્યાલય કમલમ પર હુલ્લો બોલાવનાર આપના નેતાઓ અને કાર્યકર્તાઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે આખરે 11 દિવસ બાદ આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં દેખાવો કરનાર આપના નેતાઓ આજે જેલમુક્ત થશે. આમ આદમી પાર્ટીના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને ગાંધીનગર સેશન્સ કોર્ટે શરતી જામીન આપ્યા છે. ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓને જામીન મળ્યા છે. આ મામલે તેમના વકીલે જણાવ્યું કે, ફરિયાદી પક્ષે કરેલી કેટલી વાતોમાં કોઇ તથ્ય નથી. ઇસુદાન સામે પ્રોહિબિશનનો ફરિયાદમાં કોઇ ઉલ્લેખ નથી. આજ સાંજ સુધીમાં તમામ લોકો ઘરે જઇ શકશે. ફરિયાદી પક્ષથી ગાંધીનગરમાં એન્ટ્રી ન થવાની શરત હોઇ શકે છે. 


11 મે દિવસે જામીન મળ્યા
10 દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત 55 આપ નેતાઓની અટકાયત કરાઈ હતી. આમ આદમી પાર્ટીના 500 થી વધુ કાર્યકર્તાઓએ કમલમમાં હુરિયો બોલાવ્યો હતો. જેમાં પોલીસે 65 પુરુષો અને 28 મહિલાઓ મળીને કુલ 93 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.  20 ડિસેમ્બરથી તમામ નેતાઓ જેલના સળિયા પાછળ હતા. ત્યારે આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે. 


આ પણ વાંચો : ગુજરાતને બચાવી લો... આવા લોકોને કારણે ફેલાય છે કોરોના, જાહેરમાં કહી દીધું કે...


ગઈકાલે મહેશ સવાણીએ પારણા કર્યા
હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (head clerk paper leak) થવાની ઘટનામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા (asit vora resignation) ના રાજીનામાની આપની માંગ સાથે સાત દિવસથી આમરણાંત ઉપવાસ કરનાર મહેશ સવાણીની તબિયત મંગળવારે લથડી હતી. જેના બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે એસવીપી હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઋષિભારતી બાપુ સહિતના સંતોએ તેમને બુધવારે પારણા કરાવ્યા.