ગુજરાતને બચાવી લો... આવા લોકોને કારણે ફેલાય છે કોરોના, જાહેરમાં કહી દીધું કે...

રાજ્ય (gujarat corona update) માં કોરોના, ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આંકડાની વાત કરીએ તો, ગુજરાતમાં દર કલાકે 23 દર્દીઓને કોરોના (corona case) ડંખી રહ્યો છે. તો રાજ્યમાં બુધવારે એક દિવસમાં ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે. આ સાથએ ઓમિક્રોનના કુલ 97 દર્દીઓ થયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના 1902 એક્ટિવ કેસ છે. જેનાથી તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. આવામાં લોકો હજી પણ બેદરકાર થઈને ફરી રહ્યાં છે. કોરોના સામેનુ સૌથી મોટું કવચ માસ્ક (mask) ને પણ પહેરવાનું લોકો ટાળી રહ્યાં છે. આવામાં ઝી 24 કલાકની ટીમે એક એવા રાહદારી સાથે વાત કરી હતી, જેમણે માસ્ક પહેર્યો ન હતો. જેના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે, માસ્ક તો હુ પહેરતો જ નથી. કોરોના મને થયો નથી તો કોઈ તકલીફ નથી. એક જ વાર જીવવાનુ છે અને એક જ વાર મરવાનુ છે. કોઈ ટેન્શન નહિ.

ગુજરાતને બચાવી લો... આવા લોકોને કારણે ફેલાય છે કોરોના, જાહેરમાં કહી દીધું કે...

આશ્કા જાની/અમદાવાદ :રાજ્ય (gujarat corona update) માં કોરોના, ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આંકડાની વાત કરીએ તો, ગુજરાતમાં દર કલાકે 23 દર્દીઓને કોરોના (corona case) ડંખી રહ્યો છે. તો રાજ્યમાં બુધવારે એક દિવસમાં ઓમિક્રોનના નવા 19 કેસ નોંધાયા છે. આ સાથએ ઓમિક્રોનના કુલ 97 દર્દીઓ થયા છે. ગુજરાતમાં હાલ કોરોનાના 1902 એક્ટિવ કેસ છે. જેનાથી તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. આવામાં લોકો હજી પણ બેદરકાર થઈને ફરી રહ્યાં છે. કોરોના સામેનુ સૌથી મોટું કવચ માસ્ક (mask) ને પણ પહેરવાનું લોકો ટાળી રહ્યાં છે. આવામાં ઝી 24 કલાકની ટીમે એક એવા રાહદારી સાથે વાત કરી હતી, જેમણે માસ્ક પહેર્યો ન હતો. જેના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે, માસ્ક તો હુ પહેરતો જ નથી. કોરોના મને થયો નથી તો કોઈ તકલીફ નથી. એક જ વાર જીવવાનુ છે અને એક જ વાર મરવાનુ છે. કોઈ ટેન્શન નહિ.

આમ, લોકોની આ બેદરકારી જ બીજાનો ભોગ લેશે. એક તરફ કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યા બીજી તરફ લોકો ટોળામાં માસ્ક વગર બિન્દાસ્તપણે ફરે છે. જો તમે કોરોનાના કહેરથી બચવા માંગતા હોવ તો કેટલીક કાળજી રાખવી બહુ જ જરૂરી છે. ગુજરાતને કોરોનામુક્ત કરવા માટે નીચે આપેલી ટિપ્સ બહુ જ કામની છે. 

ગુજરાતને બચાવી લો... સામાજિક જવાબદારી સમજો

  1. ભીડ ભાડવાળી જગ્યાએ જવાનું ટાળો
  2. માસ્કને આદત બનાવવી જ પડશે
  3. હાથને વારંવાર ધૂઓ અને સેનેટાઇઝ કરો
  4. રાજકીય તાયફાઓનો ભાગ ન બનો
  5. નેતાઓ પણ જાહેર કાર્યક્રમો ટાળે 
  6. કોવિડ ગાઈડલાઈનનું પાલન કરો 
  7. ત્રીજી લહેરની ભયાનકતા તરફ ન લઈ જાઓ
  8. ગુજરાતને મોતના તાંડવથી બચાવો
  9. કોરોનાને હળવાશથી ન લો
  10. વેક્સીનના બંન્ને ડોઝ ફરજિયાત લો
  11. તમારા બાળકોને પણ વેક્સીન અપવડાવો
  12. ઘરના વડીલોને પ્રિ-કોશન ડોઝ અપાવડાવો
  13. સામાજિક કાર્યક્રમોમાં જવાનું ટાળો
  14. મહેમાનગતિ અને યજમાની ટાળો
  15. જાહેર સ્થળો પર બાળકોને સાથે ન લઈ જાઓ
  16. કોરોનાની સાથે ઓમિક્રોનની પણ આફત છે
  17. ત્રીજી લહેર ગુજરાતની તૈયારીમાં છે
  18. તમારું અને તમારા પરિવારનું ધ્યાન તમે જ રાખી શકશો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news