ગાંધીનગર : ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત હેડક્લાર્કની પરીક્ષા ગોટાળા મુદ્દે હવે અધિકારીક રીતે ગોટાળો બની ચુક્યો છે. આ મુદ્દે ગાંધીનગરના રેન્જ આઇજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જો કે આ પત્રકાર પરિષદમાં જે સ્થળ પર ગૌણસેવા પસંદગી મંડળના પેપર છપાય છે તેનો સુપર વાઇઝર સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું ચિત્ર બન્યું હતું.  પોલીસે દળી દળીને ઘંટીમાં ભર્યું હોય તે પ્રકારે પ્રિન્ટિંગ પ્રેસ પર બધુ જ ઢોળી દીધું હતું. સમગ્ર કૌભાંડ પાછળ કોઇ મોટુ માથુ નહી પરંતુ પ્રિન્ટિંગ પ્રેસનો મેનેજર હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું હોવાનો દાવો કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલમાં ચૂંટણીના ઉમેદવારનું ચિન્હ જ બદલાઇ જતા હોબાળો, મતદારો ઘરે પરત જતા રહ્યા


ગૌણ સેવા પેપર લીક મામલે 8 આરોપી બાદ તપાસમાં દિપક પટેલની ધરપકડ કરી હતી. દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં નોકરી કરી છે. દેવલ પણ ત્યાં જ નોકરી કરે છે. મંગેશ સીરકે મીઠાખળીમાં આવેલી HCG હોસ્પિટલમાં નોકરી કરે છે. તેને પેપર લીક કરવા સંપર્ક કર્યો હતો. મંગેશ પાસેથી રોકડ 7 લાખ મળ્યા છે. પોલીસ તપાસમાં પ્રિન્ટિંગ પ્રેસ સુધીની લિંક મળી છે. સીરકેને 9 લાખમાં પેપર વેચ્યું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હજુ સુધી કોઈ મહિલાની અટક કરી નથી. કિશોર આચાર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટ વિભાગનો હેડ છે. માટે ત્યાં છપાતા દરેક ગૌણસેવા પસંદગી મંડળના પેપર તેની પાસે આવતા હતા. લાંબા સમયથી એક જ જગ્યાએ કામ કરે છે. 


ગુજરાતમાં તમામ પેપરો લીક થાય છે, ઝડપાયા તે લોકો માત્ર નાની માછલીઓ મોટા મગરમચ્છ પકડાતા જ નથી


હાલ તો પોલીસ ગૌણ સેવા પસંદગી મંડળ અને પ્રિન્ટિંગ પ્રેસ વચ્ચેના કરારનો અભ્યાસ કરી રહી છે. આવતીકાલે રિમાન્ડ લઈને પૂછપરછ કરીશું ત્યાર બાદ જ વધારે વિગતો ખુલી શકે છે. અગાઉ આ જ પ્રેસમાં પેપર છપાયા છે. જો કે જયેશ પટેલ પોલીસ પકડમાં નથી, હાલ તે પોલીસ પકડથી દુર છે અને પોલીસ તેને શોધી રહી છે. અત્રે નોંધનીય છે કે, વિપક્ષ અને અનેક લોકોનો દાવો છે કે આમાં મોટા મોટા મગરમચ્છોની સંડોવણી હોવાની આશંકા છે. જો કે પોલીસ જે પ્રકારે તપાસ કરી રહી છે તે જોતા નાની માછલીઓ અને હવે પ્રિન્ટિંગ પ્રેસ પર બધુ ઢોળી દે તેવી શક્યતાઓ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube