ઝી મીડિયા/બ્યૂરો :હેડ ક્લાર્કના પેપર લીક કૌભાંડ (head clerk paper leak) થી 88 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ બગડ્યુ છે. વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષા આપે છે, પણ પેપર લીકથી તેમની મહેનત પર પાણી ફરી વળે છે. એક તરફ પરીક્ષા રદ થવાથી સરકારી નોકરીના ખ્વાબ જોતા ઉમેદવારો ચિંતામાં ડૂબ્યા છે, પણ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા (Asit Vora) ને આ મામલે કોઈ અફસોસ છે તેવુ દેખાતુ નથી. કૌભાંડોની હારમાળા વચ્ચે અસિત વોરાએ યુ-ટ્યુબ પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસિત વોરાએ પોતાના યુટ્યુબ ચેનલ પર ગીતનો વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેઓ હાર્મોનિયમ વગાડીને અસિત વોરાએ પોતે ગીત રેકોર્ડ કર્યું છે. એક તરફ, વિદ્યાર્થીઓ ચિંતામાં, અસિત વોરા સંગીતની મહેફિલમાં મગ્ન છે. પરીક્ષા કેન્સલ થવાથી હજારો વિદ્યાર્થીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે, ને બીજી તરફ અસિત વોરા સંગીતમાં મસ્ત દેખાય છે. અસિત વોરા હિન્દી ફિલ્મનુ ગીત ગાઈ રહ્યા છે. ''ઈતના ના સતાઓ, મેરે પાસ ના આઓ, અબ ચેન સે રહેને દો, મેરે પાસ ન આઓ, દામન મે લેકે બૈઠા હું, કબ તક મે જીયુંગા યુહીં...’ ગીત હાર્મોનિયમ પર વગાડતા દેખાય છે.  


આ પણ વાંચો : ડુંગળીના ભાવ ગગડ્યા, ખેડૂતોને રોવાનો વારો આવ્યો


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે ગત શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ તમામની અટકાયત કરી લેવાઈ હતી. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. આ 11 આરોપીઓમાંથી 10 આરોપીઓ પકડાયા છે. એક આરોપી પોલીસ પકડથી દુર છે. આ પેપર લીક કૌભાંડમાં અત્યાર સુધીમાં પોલીસે 23 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. પકડાયેલા 20 આરોપીઓમાંથી છ આરોપીઓ રિમાન્ડ નામંજુર થતા તેઓ હાલ સબજેલમાં છે. તો 20 માંથી 14 આરોપીઓ રિમાન્ડ પર છે. 


આ પણ વાંચો : પત્નીએ પતિને જ મૂર્ખ બનાવ્યો, 90 દિવસ પ્રેમીને ઘરમાં રાખ્યો અને મનાવતી રહી રંગરેલિયા



ત્યારે આ કેસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમા હિંમતનગરના છાદરડા, પ્રાંતિજના ઊંછા અને રામપુરાના આ ત્રણેયની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરાયેલાઓમાં બે વિધાર્થીઓ સામેલ છે તો એક આરોપીએ પેપર માટે લઇ જનારની ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલ ૩ ને આજે પ્રાંતિજ કોર્ટમાં સાંજે રજુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આઠ દિવસમાં તપાસમાં પેપર લીક કૌભાંડના આરોપીઓના નામો ખૂલી રહ્યાં છે. પોલીસે તપાસ માટે ત્રણેય આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. અત્યાર સુધીમાં ૨૩ આરોપીઓની ધરપકડ કરાઈ છે.