અમદાવાદ : કોરોના કાળમાં ખાસ કરીને વયોવૃદ્ધ વડીલોની સારવાર અને આરોગ્ય ચકાસણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડીલ સુખાકારી સેવા નામની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલા 3 સભ્યોની પેરામેડિકલ ટીમે વયોવૃદ્ધ વડીલોની આરોગ્ય ચકાસણી કરવા માટે ઘરે ઘરે જશે. પ્રારંભિક તબક્કામાં આ ખાસ સેવા માટે 100 ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે રોજિંદી રીતે 2000 વડીલોની આરોગ્ય ચકાસણી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ની કોરોના કોલર ટ્યુને રાજકીય રંગ પકડ્યો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલી 3 સભ્યોની ટીમ વડીલોની તેમના ઘરે જઇને મુલાકાત લઇ તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ખાસ ઇમ્યુનિટી બુસ્ટર પેકેજ આપશે. જેમાં વિટામીન સીની ટેબ્લેટ્સ, ઝિન્ક ટેબલેટ્સ, શમશમીવટી, આર્સેનિકમ આલ્બમ વગેરે જેવી દવાઓ નિશુલ્ક આપવામાં આવશે. આ ઉપરાંત જરૂર હશે તો હોસ્પિટલ પણ સારવાર માટે ખસેડવામાં આવશે.


દિલ્હીથી તેડુ આવતા ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો કચ્છ પ્રવાસ રદ્દ

વડીલોના આરોગ્યની તપાસ બાદ તમામ વિગતો જાળવવા માટે તથા તેનું વિશ્લેષણ કરવા માટે એક મોબાઇલ ફોન આધારિત સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જે વડિલોને કોવિડને લગતા લક્ષણો હશે તો જણાવાશે. આ ઉપરાંત વડીલોનાં રેપીડ એન્ટીજન ટેસ્ટ પણ ઘરે જ કરવામાં આવશે. રીપોર્ટ પોઝિટિવ આવે તેવા કિસ્સામાં કોરોના સંજીવની ટીમને જરૂરી સારવાર માટે ખસેડવામાં આવશે. વડીલોની અચાનક બગડતી તબિયતને અટકાવી શકાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube