આશ્કા જાની/ અમદાવાદ: રાજ્યમાં દારૂબંધી (Prohibited Alcohol) અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી (Hearing) દરમિયાન અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઘરમાં વ્યક્તિ શું ખાય, શું પીવે તે સરકાર નક્કી ન કરી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂની છૂટ હોય તેવા રાજ્યોમાંથી દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી ન થવી જોઇએ. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, દારૂ પીને આવેલા અન્ય રાજ્યના લોકો સામે કાર્યવાહી કરવી અયોગ્ય છે. ઘરમાં લોકો દારૂ પી શકે છે તેમાં પોલીસ કાર્યવાહી ન કરી શકે.


આ પણ વાંચો:- અમદાવાદની સરકારી શાળામાં બાળકોના પ્રવેશ માટે નેતાઓએ કરી ભલામણ


ત્યારે આ મામલે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી રાજ્યમાં દારૂ પીને આવતા લોકો સામે કાર્યવાહી થયા છે. આ અરજી ગુજરાતમાં ટકવા પાત્ર નથી. અરજદારની રજૂઆતો અયોગ્ય છે. રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી અયોગ્ય ગણાવતા એડવોકેટ જનરલ વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube