Heart Attack Deaths: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણ
ખેલૈયાઓ જો રમતી વખતે ધ્યાન ન રાખે તો તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે ત્યારે હૃદય રોગના શિકાર ન બની જવાય એટલા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
Navratri 2024: નવરાત્રીના સમયમાં હાર્ટ અટેક ના પ્રમાણ વધતું હોય છે. ત્યારે ખેલૈયાઓ જો રમતી વખતે ધ્યાન ન રાખે તો તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની શકે છે ત્યારે હૃદય રોગના શિકાર ન બની જવાય એટલા માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
ભૂખ્યા પેટે ગરબા ન રમવા જોઈએ ગરબા રમતા પહેલા પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. લાંબા રાઉન્ડ રમવાના બદલે ટૂંકા રાઉન્ડ રમવા જોઈએ. વિરામના સમયે પણ પાણી અથવા ઠંડા પીણા પીવા જોઈએ. રમતા સમયે જ્યારે પણ એવું લાગે છે કે છાતીમાં થોડો પણ દુખાવો થઈ રહ્યો છે તો તરત જ નજીકની હોસ્પિટલમાં જવું જોઈએ.
દિલ થામ કે દેખના…અશ્વ, કાર અને બુલેટ પર તલવારબાજીની રમઝટ, લોકો જોઈને અભિભૂત થયા
શ્વાસની લંબાઈ ઘટવા માંડે અને મોઢેથી શ્વાસ લેવો પડે એવી સ્થિતિ થાય તો તરત જ આરામ કરવો જોઈએ. નવરાત્રી દરમિયાન ઓછામાં ઓછી છ કલાકની તો ઊંઘ લેવી જ જોઈએ. થોડા થોડા સમયે ખોરાક લેવો જોઈએ. દરેક ખેલૈયા હોય એ આ સમયે વધુ પડતા શ્રમનું કાર્ય ટાળવું જોઈએ.