દિલ થામ કે દેખના…અશ્વ, કાર અને બુલેટ પર તલવારબાજીની રમઝટ, લોકો જોઈને અભિભૂત થયા

ગૌરવ દવે/રાજકોટ: રણજીત વિલાસ પેલેસ ખાતે ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે વીરતાના પ્રતિક સમાન થતા રાસ-ગરબાના આયોજનમા આ વર્ષે ફરી એકવાર એક નવી અને અદ્ભુત કૃતિ જોવા મળી હતી. જ્યા ગત વર્ષની જેમ બાળાઓએ બુલેટ અને ખુલ્લી કારમા તો તલવારબાજી દર્શાવી હતી. 

1/5
image

પરંતુ આ વર્ષે અશ્વ પર તલવારબાજી કરીને લોકોને અભિભુત કરી દીધા હતા. 150થી પણ વધુ ક્ષત્રિય બહેનોએ આ શોર્ય રાસમા ભાગ લીધો હતો. છેલ્લા દોઢ મહિનાની અવિરત પ્રેક્ટિસના કારણે દિકરીઓ વાહન અને અશ્વ પર બેલેન્સ બનાવી કૃતિઓ રજુ કરવામા આવી હતી. ક્ષત્રિય સમાજની દિકરીઓની અશ્વ, કાર અને બુલેટ પર તલવારબાજીની રમઝટ. યુદ્ધ અને વર્તમાન યુગમા શસ્ત્રકલાની ઝાંખીની કૃતિઓથી દર્શકો અભિભૂત..

2/5
image

આ અંગે ખેલૈયાએ કહ્યુ હતું કે, ‘છેલ્લા દોઢ મહિનાથી રાસની પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં તલવાર રાસ માત્ર એક શોર્ય દર્શન નથી પરંતુ તેની સાથે તાલી રસ, દાંડિયા રાસ જેવા પ્રાચીન રાસ પણ રજૂ કરી ૧૫૦ જેટલી બહેનો માતાજીની આરાધના કરે છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બુલેટ, કાર અને સ્કૂટર પર બહેનોએ તલવાર સાથે કૃતિઓ રજૂ કરી હતી.'

3/5
image

ભગીની ફાઉન્ડેશનના પ્રમુખ કાદમ્બરી દેવીએ જણાવ્યું હતું કે, પરંપરાગત પ્રાચીન રાસનું રાજપેલેસમાં છેલ્લા ૧૬ વર્ષથી આયોજન કરવામાં એવી રહ્યું છે. તલવાર રાસમાં દર વર્ષે નવું ગ્રુપ ભાગ લેતી હોય છે જેથી કરીને દોઢ મહિના જેટલી પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. 

4/5
image

ક્ષત્રિય બહેનો-દીકરીઓ દર વર્ષે કઈક નવું કરવા માગતા હોય છે જેથી તેમને તમામ સુરક્ષા સાથે છૂટ પણ આપવામાં આવે છે. જેના કારણે તેમની પ્રતિભાઓ બહાર આવે છે. પહેલા શસ્ત્રની કલા યુદ્ધમાં કામ આવતી પરંતુ હવે આ કલા લુપ્ત ન થાય તેના માટે વર્તમાન યુગમા ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે.

5/5
image

આ અંગે ખેલૈયા નીશિતાબા જાડેજાએ કહ્યું હતું કે, 'ચાર વર્ષથી રાઇડિંગ ક્લબમાં માઉન્ટિંગ પોલીસ સાથે હોય રાઇડિંગની પ્રેક્ટિસ કરી છે તલવાર રાસમા પહેલેથી ભાગ લેતા હતા. પરંતુ આ વર્ષે અશ્વ સવારી સાથે તલવાર રાસનો વિચાર આવ્યો હતો જેથી એક સપ્તાહ સુધી અશ્વ સાથે તાલ મેળવવાની તાલીમ કરી અને અશ્વ પર તલવાર રાસ કર્યો હતો. આ રાસ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને અદભુત તલવાર રાસ નિહાળી લોકો પણ અભિભૂત થયા હતા.