Surat News નિલેશ જોશી/વાપી: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ યુવકોના ધબકારા બંધ થયા છે. સુરતના વરાછામાં યુવકનું લગ્નના વરઘોડામાં નાચતા મોત થયું. તો પુણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું. તો વાપી જીઆઇડીસી વિસ્તારમાં રહેતો 38 વર્ષીય યુવક રાત્રે ઘરમાં જમી પરવારીને સુઈ ગયો હતો. સવારે જ્યારે ભાઈ તેમને ઉઠાવવા ગયો ત્યારે તે ઉઠ્યો જ ન હતો. પીએમ રિપોર્ટમાં મૃતકને હાર્ટ એટેક આવ્યા હોવાનું બહાર આવ્યું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાપી જીઆઇડીસી હરિયા હોસ્પિટલની બાજુમાં આવેલ હરિહર બિલ્ડિંગમાં રહેતા અને ગુંજન સ્થિત એચડીએફસી બેંકમાં ડીમેટ અને સેલ્સ કર્મચારી તરીકે ફરજ બજાવતા રક્ષિત પંકજભાઇ કંસારા (ઉ.વ. 38) રાબેતા મુજબ નોકરીથી ઘરે આવી રાત્રે જમી પરવારીને પોતાના બેડરૂમમાં સૂઈ ગયા હતા. બીજા દિવસે મોડે સુધી રૂમથી બહાર ન નીકળતા તેમના ભાઈ ઉઠાવવા માટે ગયા હતા. ઉંઘથી ન ઉઠતા તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જઇ તપાસ કરાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. જે બાદ લાશનું પીએમ કરાવતા રક્ષિતને ઊંઘમાં જ એટેક આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. 


ગુજરાતના હાઈવે નજીક આવી પ્રોપર્ટી ન ખરીદતા, હાઈવેથી કેટલે દૂર ઘર બનાવવું એ પણ જાણો


રક્ષિતના રિપોર્ટથી પરિજનો ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા એક માસમાં સંઘપ્રદેશ અને વલસાડ જિલ્લામાં ચારથી વધુ યુવકો હાર્ટ એટેકના ભોગ બન્યાં છે. બદલાયેલી લાઇફ સ્ટાઇલ હાર્ટ એટેકનું કારણ હોવાનું તબીબો જણાવી રહ્યા છે. હાર્ટ એટેકના બનાવમાં વધારો કોરોના કાળ પછી હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ હાર્ટ એટેકના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા વલસાડમાં આરટીઓ કર્મીને પણ એટેક આવતા મોત થયું હતું. ત્યારે વાપીમાં બેંકના કર્મચારીનું પણ હાર્ટએટેકથી મોત થયું હતું. રોજ લોકોને હાર્ટ એટેકના કારણે મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. 


ગુજરાતમાં બનશે દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલ : દર્દીને દુર્ઘટના સ્થળ પર આપશે સારવાર


લગ્નના વરઘોડામાં નાચતા યુવકનું મોત 
સુરતના વરાછા વિસ્તારના કપોદ્રાના કિરણ પાર્કમાં મયુર વિનુભાઈ બલર નામનો યુવક રહે છે. ચાર વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. મયુર લેસપટ્ટીના કારખાનામાં તેમજ ટ્રાવેલ્સ બુકિંગ એમ બે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મયુરના મિત્રના લગ્ન હોવાથી ભાવનગર ગયો હતો. ભાવનગરના તળાજાના ઉંધેલી ગામે લગ્નના વરઘોડામાં નાચતા સમયે મયુર અચાનક બેભાન થઈ ગય હતો. મયુરને બેભાથ થયેલા જોઈને તેને તાત્કાલિક જાનૈયાઓ દ્વારા તળાજાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેની તબિયત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરત લાવવામાં આવ્યો હતો. જ્યા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું. 


ગરીબ પરિવારનો આધાર છીનવાયો! લગ્નના વરઘોડામાં નાચતા સુરતના યુવકનો જીવ ગયો