ઝી બ્યુરો/પંચમહાલ: યાત્રાધામ પાવાગઢની તળેટી વિસ્તારમાંથી યુવક અને મહિલાનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રીથી ઊંડી ખીણમાં ખાબકેલા યુવક અને મહિલાનું વહેલી સવારે લોકેશન ટ્રેસ થતા સ્થાનિક પોલીસ અને ફાયર ફાઈટરની ટિમો દ્વારા વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે દિલધડક રેસ્ક્યુ હાથ ધરી બંનેને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરી બચાવી લેવાયેલા બંને ઇજાગ્રસ્તને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી! અંબાલાલ પટેલે કહ્યું; આ તારીખોમાં છે વરસાદી આફત


યાત્રાધામ પાવાગઢ ખાતે સાથે દર્શનાર્થે આવેલા એક યુવક અને પરણિત સ્ત્રી ને ડુંગર પર ચડી મજા માણવા જવી ભારે પડી છે.દર્શન બાદ સાંજ ના સમયે તળેટી વિસ્તાર માં આવેલ હેલિકલ વાવ ના પાછળ ના ભાગે ડુંગર પર ચઢી કુદરતી સૌંદર્ય ની મજા માણી રહેલા યુવક અને મહિલા નો પગ લપસી જતા અંદાજીત 100 ફૂટ ઊંડી ખીણ માં પાણી અને કાદવ વચ્ચે ગરકાવ થઈ ગયા હતાં.આટલી ઊંચાઈ એ થી નીચે પટકાતા બંને ને કમ્મર અને પગ ના ભાગે ગંભીર ઇજાઓ થતા પોતના સ્થળે થી ખસી શકે તેવી પણ સ્થિતિ નહોતી.યુવક સાથે રહેલો મોબાઈલ પણ રાત્રી ના અંધકાર માં ક્યાંક ખોવાઇ ગયો હતો.


ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતોને 30 કરોડની મળશે સહાય: દરેક ખેડૂતને મળશે 5400ની કીટ


આખી રાત ભારે વેદનાઓ અને ડર વચ્ચે પસાર કર્યા બાદ વહેલી સવારે માટી માં ગરકાવ થયેલ મોબાઈલ શોધી યુવકે 108 ને કોલ કર્યો હતો. 108ના કર્મચારીઓ 2 કલાક જેવી મહેનત કરવા છતાં લોકેશન ટ્રેસ ન થતા આખરે પાવાગઢ પોલીસ ને જાણ કરતા યુવક અને મહિલાને શોધવા માટે પોલીસ ફોરેસ્ટ વિભાગ કામે લાગ્યું હતું.આખરે વહેલી સવાર ના 7 વાગ્યા થી હાથ ધરાયેલ સર્ચ ઓપરેશન માં 5 કલાક બાદ વિષમ પરિસ્થિતિ વચ્ચે સફળતા મળતા ખીણ માં પડેલા યુવક અને મહિલા ને શોધી કાઢવામાં સફળતા મળી હતી. 


ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી રાખશે આધારશિલા


અંદાજીત 100 ફૂટ ઊંડી ખીણ માં ગરકાવ થયેલ યુવક અને મહિલા ને રેસ્ક્યુ કરી બહાર કાઢવા માટે હાલોલ ફાયર ફાઈટર ની ટિમ પોલીસ જવાનો સાથે ખીણ માં ઉતરી હતી.યુવક અને મહિલા ને સ્ટ્રેચર સાથે બાંધી ને ખૂબ જ દુર્ગમ કહી શકાય તેવા સ્થળે થી બહાર કાઢવા માં આવ્યા હતાં.દિલધડક રેસ્ક્યુ હાથ ધરતા ફાયર અને પોલીસ ના જવાનો એ જીવ ની પરવા કર્યા વિના બંને ને બહાર કાઢી જીવ બચાવ્યો હતો.


ડુપ્લિકેટ RC બૂકથી બાઈક વેચવાનું મોટું રેકેટ ઝડપાયું, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો?


ખીણમાં પડેલ યુવક નું નામ કિસન રમેશ ઠાકોર છે. જ્યારે મહિલાનું નામ પાર્વતીબેન અજમેર મકવાણા છે. બંને ગાંધીનગર નજીક કલોલ તાલુકાના હોવા નું સામે આવ્યું છે. યુવક અપરણિત છે. જ્યારે મહિલા પરણિત છે. ઇજાગ્રસ્ત યુવકે કબુલ્યું છે કે તેઓ બંને પ્રેમી છે અને માનતા પુરી કરવા માટે પાવાગઢ ખાતે આવ્યા હતા. 


ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી! અંબાલાલ પટેલે કહ્યું; આ તારીખોમાં છે વરસાદી આફત


જો કે ડુંગર પર આટલે દૂર અને દુર્ગમ સ્થળે કેવી રીતે પહોંચ્યા તે અંગે નાટકીય જવાબ આપતા યુવકે નાસ્તો કરવા ગયા હોવાનું જણાવ્યું હતું. હાલ બંને ઇજાગ્રસ્ત ને હાલોલની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આવા પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે અને શા માટે પહોંચ્યા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.