અમદાવાદ :દેશભરના અનેક રાજ્યના 9 શહેરોનું તામપાન 40ને પાર જતુ રહ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે શહેરીજનોને ગરમીથી સતત હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બુધવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું. જોકે, ગઈકાલે ગુજરાતમાં ગરમીમાં આશિંક ઘટાડો નોંધાયો હતો. તો ગુજરાતનું મહત્તમ તામપાન અમદાવાદમાં નોંધાયું હતું.


ગુજરાત સરકારની મોટી-મોટી વાતો પણ, આ ગામને 10-15 દિવસે મળે છે પીવાનું પાણી


  • અમદાવાદ 43.6 ડિગ્રી 

  • અમરેલી 43.00

  • સુરેન્દ્રનગર 42.8

  • રાજકોટ 42.4

  • કંડલા એરપોર્ટ 42.2

  • ડિસા 41.5

  • વડોદાર 41.00

  • વલ્લભ વિદ્યાનગર 40.9

  • ન્યુ કંડલા 40.3

  • ભુજ 39


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણમાં ગરમીથી ભિક્ષુકનું મોત
પાટણ જિલ્લામાં ગરમીથી વધુ એક ભિક્ષુકનું ગરમીથી મોત નિપજ્યું છે. પાટણ જિલ્લાના ગઈકાલે સવારથી ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગત મોડી સાંજે પાટણ શહેરમાં રીક્ષા ચાલકનું ગરમીથી નિપજ્યું હતું, ત્યારે આજે રાઘનપુરમાં ભિક્ષુકનુ મોત થયું છે. રાઘનપુરના પટણી દરવાજા પાસે આવેલ વડપાસર તળાવ પાસેથી ભિક્ષુકની લાશ મળી હતી. 


ઉલ્લેખનીય છે કે, આ વર્ષે કેરળમાં ચોમાસુ મોડું છે. આવનારા 48 કલાકમાં કેરળમાં ચોમાસું બેસે તેવી શક્યતા છે. છેલ્લા 65 વર્ષમાં આ વર્ષે સૌથી મોડુ ચોમાસું બેઠું છે. દરિયામાં અલ નીનોના કારણે આ વખતે મેઘરાજાએ ચાલ બદલી હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે કેરળમાં પહેલી જૂને ચોમાસુ બેસી જાય છે. પણ અલ નીનો હજુ સુધી ન્યૂટ્રલ નથી થયું, જેના કારણે વરસાદ મોડો છે. તો અલ નીનોના કારણે ગરમીમાં પણ વધારો થયો છે. રાજસ્થાનના ચૂરુમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે. તો શક્યતા છે કે તાપમાનમાં ઘટાડો એકદમ નહિ થાય અને લગભગ સમગ્ર ભારતમાં ચોમાસું મોડુ આવશે.