ફરી શેકાયુ અમદાવાદ, હવામાન ખાતાએ કરી હીટવેવની આગાહી
અમદાવાદમાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.
અર્પણ કાયાદાવાલા/અમદાવાદ :ગરમીનો પારો સતત અપડાઉન થતો રહે છે. ક્યારેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી એમ સતત ચેન્જિસ આવતા રહે છે. ત્યારે ગત અઠવાડિયે થયેલા વાતાવરણના પલટા બાદ હવે ફરીથી ગરમીનો દોર શરૂ થયો છે. અમદાવાદમાં આગામી બે દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી વધતા ડ્રગ્સ માફિયા માટે ગુજરાતનો દરિયો બન્યો સેફ પેસેજ
અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મંગળવારે અમદાવાદનું તાપમામ 41.9 ડિગ્રી રહ્યું હતું, ત્યારે આગામી ત્રણ-ચાર દિવસમાં આ પારો સતત વધવાનો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ગરમીમાં હાલ તો કોઈ ઘટાડો નહિ નોંધાય. તેથી જ આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી લોકો પૂરતી તકેદારી રાખી શકે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV