ગુજરાત આગામી ત્રણ દિવસ તપી ઉઠશે, હવામાન ખાતાએ કરી આગાહી
ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. 22 એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત માટે હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. 22 એપ્રિલથી ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે ગુજરાતના મોટાભાગના શહેરનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે. આ વચ્ચે હવામાન ખાતાએ હીટવેવની આગાહી કરી છે.
આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે, જુઓ શુ છે મતદાનનો આંકડો
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમની દિશમાંથી પવન ફૂંકાયા છે, જેને પગલે રાજ્યમાં 26 થી 28 એપ્રિલ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે. આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને 26 એપ્રિલ માટે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે આ આવનારા દિવસોમાં તાપમાન 43થી 44 સેલ્શિયસ ડિગ્રી પર પહોંચવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
2019ની ચૂંટણીમાં 'નિર્ણાયક' કહેવાતી બેઠકો પર કેટલું થયું મતદાન? જુઓ રસપ્રદ આંકડા
આજે અરવલ્લીમાં 42 ડિગ્રી
અરવલ્લી જિલ્લામાં આજે 42 ડિગ્રી ટેમ્પરેચર નોંધાયું છે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી જતા લોકો પરેશાન થયા છે. તો અન્ય શહેરોમાં પણ પારો 42 થી 43 ડિગ્રીની આસપાસ રહ્યો છે.