આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે, જુઓ શુ છે મતદાનનો આંકડો

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુ છે. ગુજરાતમાં 26 બેઠકો પર 63.67 ટકા મતદાન થયું છે. હવે 23 મેના રોજ પરિણામ આવશે. ભાજપે ગત વખતની જેમ આ વખતે ય 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે. પણ આ વખતે ભાજપ માટે ખરાખરીનો મુકાબલો છે. કેટલીક બેઠકો એવી છે જેના પર ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે. આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપનું સ્પીડબ્રેકર બનશે. આમ, જોવા જઈએ તો કહી શકાય કે, આ સીટો પર જ અસલી ઈલેક્શન લડાયું છે. જ્યાં ખરી હાર-જીત થશે 23મીએ. 

આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે, જુઓ શુ છે મતદાનનો આંકડો

અમદાવાદ :રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયુ છે. ગુજરાતમાં 26 બેઠકો પર 63.67 ટકા મતદાન થયું છે. હવે 23 મેના રોજ પરિણામ આવશે. ભાજપે ગત વખતની જેમ આ વખતે ય 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો છે. પણ આ વખતે ભાજપ માટે ખરાખરીનો મુકાબલો છે. કેટલીક બેઠકો એવી છે જેના પર ભાજપની સરસાઈ પર બ્રેક લગાવી શકે છે. આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપનું સ્પીડબ્રેકર બનશે. આમ, જોવા જઈએ તો કહી શકાય કે, આ સીટો પર જ અસલી ઈલેક્શન લડાયું છે. જ્યાં ખરી હાર-જીત થશે 23મીએ. 

2017ના વિધાનસભા ઈલેક્શનના પરિણામ પર એક નજર કરીએ તો, કેટલીક સીટ એવી હતી, જ્યાં કોંગ્રેસની જીત થઈ છે, અને આ સીટો પર કોંગ્રેસ 14 હજારથી લઈને 1.68 લાખના માર્જિનથી જીત્યું છે. આ સીટમાં છે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાંબરકાઁઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલી. સીધુ ગણિત માંડીએ તો ઉત્તર ગુજરાતની 3 બેઠક અને સૌરાષ્ટ્રની 7. જ્યારે કે, સુરત, વડોદરા અને નવસારીમાં ભાજપ સારી એવી લીડથી જીત્યુ હતું. એટલે ભાજપ માટે આ 7 સીટ ખતરાની ઘંટડી સમાન ગણી શકાય, અને 19 સીટ સુરક્ષિત છે તેવુ કહેવાય. એટલે જ રાજકીય એક્સપર્ટસનું કહેવુ છે કે, ભાજપ માટે કપરા ચઢાણ આ 7 સીટ માટે જ છે. 

ભાજપ માટે મુશ્કેલ ગણાતી 7 બેઠકો પર કેટલું મતદાન થયું

બનાસકાંઠા 64.71
પાટણ 61.23
મહેસાણા 64.91
સાંબરકાંઠા 67.03
સુરેન્દ્રનગર 57.79
જુનાગઢ 60.7
અમરેલી 55.73

મોદીની રેલીઓ આ 7 બેઠક પર જ પ્લાન કરાઈ
વિધાનસભાના પરિણામથી ભાજપ ભાળી ગયું હતું કે, તેના માટે આ 7 બેઠકો લોકસભાના ઈલેક્શનમાં જીત માટે મુશ્કેલ છે. તેથી ભાજપે પહેલેથી જ ડેમેજ કન્ટ્રોલ કરવાનું શરૂઆત કરી. પહેલા તો આ સીટ પરના કોંગ્રેસના નેતાઓને તોડ્યા. તોડજોડનુ રાજકારણ અપનાવીને ભાજપે સૌરાષ્ટ્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. તો બીજી તરફ, પોતાના ફાયરબ્રાન્ડ પ્રચારક પીએમ મોદીની સભાઓ ગોઠવી. પીએમ મોદીએ ગુજરાતમાં જે 7 રેલી કરી, તેમાંથી 4 આ બેઠકો પર જ યોજાઈ છે. તો બીજી તરફ, કોંગ્રેસમાં રાહુલ ગાઁધી ઉપરાંત હાર્દિક પટેલ, અહેમદ પટેલ અને અન્ય સ્થાનિક નેતાઓએ પ્રચારનો મોરચો સંભાળ્યો. 

2019માં કોણે-કોણે તોડી કૉંગ્રેસ?
અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય, રાધનપુર
આશા પટેલ, પૂર્વ ધારાસભ્ય, ઊંઝા
જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય, માણાવદર
વલ્લભ ધારવિયા, પૂર્વ ધારાસભ્ય, જામનગર ગ્રામ્ય
પરષોત્તમ સાબરિયા, પૂર્વ ધારાસભ્ય, ધ્રાંગધ્રા
હનુભાઈ ધોરાજિયા, પૂર્વ ધારાસભ્ય- લાઠી, અમરેલી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news