અમદાવાદ :રાજ્યમાં ઉતર પશ્ચિમના પવનોની દિશા યાથાવત છે અને 24 કલાક હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હિટવેવ રહેશે. પોરબંદર, કચ્છ, અમરેલી, વેરાવળ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં સૂકા અને ગરમ પવનો ફૂકાશે. છેલ્લા કેટલાક દિવસથી હિટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જોકે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે અને હિટવેવ નહિ રહે. પરંતુ ઉનાળા ઋતુ છે એટલે તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે. 


અમદાવાદ સ્ટેશન પર આજથી 45 દિવસ સુધી કેટલીક ટ્રેન કેન્સલ, વેકેશનમાં ફરવા જનારા ખાસ વાંચી લે આ સમાચાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો.મનોરમા મોહન્તીએ જણાવ્યું કે, હીટવેવની રાજ્યની જનતાને ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ આકરો બનીને લોકોના જીવનને ધમરોળશે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હીટવેવ રહેશે. તેથી લોકોએ કામ વગર બહાર જવાનું ટાળવું. તેમજ આકરા તાપથી બચીને રહેવા સતત પાણી તથા અન્ય પ્રવાહી પદાર્થો લેતા રહેવું. તેમજ તાપમાં બહાર નીકળવુ પડે, તો શરીરને યોગ્ય રીતે કપડાથી ઢાંકવુ, અને માથાને પણ ઢાંકવુ. જેથી સીધો તાપ શરીર પર ન પડે.


ગુજરાતમાં ચારેતરફ પાણીના પોકાર વચ્ચે મુખ્ય ઈજનેરે ઠંડા પાણી જેવી ટાઢક વળે તેવા સમાચાર આપ્યા, જુઓ


ઈમરજન્સી સેવાઓ વધી
કાળઝાળ ગરમીની અસર 108 ઈમરજન્સી સેવા પર પડી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં 200થી વધુ ઈમરજન્સી કોલ આવી રહ્યાં છે. 108ને અત્યાર સુધી અમદાવાદમાંથી 98 કોલ મદદ માટે આવ્યા હતા. તો રાજ્યભરમાંથી અત્યાર સુધી 108ને મદદ માટે 478થી વધુ કોલ આવ્યા છે. જેમાં બેભાન થઈ જવાના 84 કેસ, ઉલ્ટીના 40, છાતીમાં દુખાવાના 68, પેટ દુખાવામાં 116, ડીહાઇડ્રેશનના 36 કેસ નોંધાયા છે.