ગુજરાતમાં ચારેતરફ પાણીના પોકાર વચ્ચે મુખ્ય ઈજનેરે ઠંડા પાણી જેવી ટાઢક વળે તેવા સમાચાર આપ્યા, જુઓ

હાલ ગુજરાતમાં ચારેતરફ પાણીનો પોકાર વરસી રહ્યો છે.ત્યારે નર્મદા નિગમના મુખ્ય ઈજનર એમ.ડી. પટેલે શું કહ્યું તે જાણો...

ગુજરાતમાં ચારેતરફ પાણીના પોકાર વચ્ચે મુખ્ય ઈજનેરે ઠંડા પાણી જેવી ટાઢક વળે તેવા સમાચાર આપ્યા, જુઓ

હિતલ પારેખ/ગાંધીનગર :હાલ ગુજરાતમાં ચારેતરફ પાણીનો પોકાર વરસી રહ્યો છે. ગામડાઓના માટે ગરમીના દહાડા કાઢવા અઘરા બની ગયા છે. એક-બે ઘડો પાણી લાવવા માટે કેટકેટલી કિલ્લતનો સામનો કરવો પડે છે. કલાકોની મહેનત બાદ માંડ એક-બે ઘડો પાણી ઘરમાં લાવવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના ડેમ તળિયા ઝાટક સ્થિતિમાં છે. નદીઓ કોરીકટ બની ગઈ છે, જેના કોરા પટમાં બાળકો ક્રિકેટ રમીને આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ હોડી ચલાવીને ગુજરાન ચલાવતા નાવડીવાળાઓની પણ રોજગારી પર અસર પડી છે. ગુજરાતનો એક માત્ર પાણીનો આસરો નર્મદા નદી પર હોય છે, તેથી જ તે ગુજરાતની જીવાદોરી કહેવાય છે. પણ નર્મદા નદીના પટ પણ સૂકાઈ રહ્યાં છે. ત્યારે નર્મદા નિગમના મુખ્ય ઈજનર એમ.ડી. પટેલે એક નિવેદનમાં લોકોને આશા બંધાવી છે કે, ચિંતાનુ કોઈ કારણ નથી. જુલાઈ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જાણીએ, તેમણે શું કહ્યું છે...

ઉનાળામાં પાણીની ઉઠી રહેલી પોકાર વચ્ચે પાણીના આયોજન મામલે નર્મદા નિગમના મુખ્ય ઇજનેર એમ ડી પટેલે કહ્યું કે, રાજ્યમાં પીવાના પાણી માટે ચિંતાનું કોઈ કારણ નથી. નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે. આપણી પાસે જુલાઈ સુધી ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદ ઓછો થયો એટલે કચ્છ-સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી ઓછું છે. પરંતુ નર્મદા ડેમમાંથી કચ્છ-સૌરાષ્ટ્રના ડેમ ભરવાનું આયોજન કરાયું છે. ઘણા ડેમો ભરાયા છે. ત્રણ રાજ્યોમાં નર્મદાના નીરની ફાળવણી થાય છે. તેમાં ગુજરાતના ભાગ પોઈન્ટ 69 મિલિયન એકર ફીટ પાણી હજી આપણી પાસે છે. જુલાઈ સુધીનો વપરાશ પોઈન્ટ 66 એકર ફીટની જરૂરિયાત છે. ઉનાળામાં કોઈ પ્રકારની વિકટ પરિસ્થિતિ ઉભી થાય તેમ નથી.

MDPatelNaramada.JPG

નર્મદા નિગમના ચીફ એન્જિનિયર એમ.ડી. પટેલ

ઉનાળામાં પાણીની આવશ્યકતા મહત્વની હોય છે. માત્ર જનજીવન માટે જ નહિ, પરંતુ ખેડૂતો માટે પણ ઉનાળામાં પાણી ક્યાંથી લાવવુ તે યક્ષ પ્રશ્ન હોય છે. આવામાં પાણી ચોરીના કિસ્સા પણ બનતા હોય છે. ત્યારે નર્મદા નિગમે આ મામલે કેવા પગલા લીધા છે તે વિશે તમણે કહ્યું કે, પાણી ચોરી મામલે 13 જગ્યાઓએ 51 એસઆરપીના જવાનોની ટુકડી રાખવામાં આવી છે. 57 આસિ.એન્જિનિયર ઈન્સ્પેક્શન કરતો હોય છે. આવા કિસ્સા ધ્યાનમાં આવે, ત્યારે કાર્યવાહી કરવામા આવે છે. કેટલાક કિસ્સામાં ખેડૂતો રવિ સિંચાઈ બાદ પણ ઘાસચારા અને ઢોર માટે પાણી લેવાનો પ્રયાસ કરે છે, આવું બને અમે સ્થાનિક પોલીસની મદદ લઈએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news