આવતીકાલે મતદાન વખતે આકરા તાપનો સામનો કરવો પડશે
થોડા દિવસ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાતનું વાતાવરણ પલટાયું હતું. હવામાનમાં આવેલા પલટાને કારણે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. પરંતુ આજથી ગુજરાતના વાતાવરણની સ્થિતિ ફરીથી બદલાવાની છે.
ગુજરાત :થોડા દિવસ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે ગુજરાતનું વાતાવરણ પલટાયું હતું. હવામાનમાં આવેલા પલટાને કારણે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. પરંતુ આજથી ગુજરાતના વાતાવરણની સ્થિતિ ફરીથી બદલાવાની છે. આજથી આગામી દિવસો સુધી ગરમીનો પારો ગુજરાતભરમાં વધેલો જોવા મળશે. ફરીથી ગરમીના એ જ દિવસો પરત આવશે. રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમી પડવાની છે. જોકે, તેની સીધી અસર આવતીકાલે મતદાન પર થવાની છે. આવતીકાલે ગરમી તેનો અસલી મિજાજ બતાવશે. રાજ્યભરમાં આવતીકાલે મતદાન છે, જેમાં લોકોને આકરા તાપમાં મતદાન આપવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડશે.
પબુભા માણેકને સુપ્રિમનો મોટો ઝટકો, ધારાસભ્ય પદ હાથમાંથી ગયુ
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં ગરમીનો પારો વધતા મતદાનની ટકાવારી ઉપર નકારાત્મક અસર ન પડે તેની પણ ચિંતા રાજકીય પાર્ટીને થવા લાગી છે. જેથી મતદાન ઓછું થાય તેની શક્યતા રહેલી છે. જોકે, હવામાન વિભાગે આજે સંભવત ગરમીનો પારો કયા શહેરમાં કેટલો રહેશે તે જણાવ્યો છે. આજે ગરમીનો મહતમ પારો આ પ્રમાણે રહેશે.
આવતીકાલે મતદાન માટે ગુજરાત સજ્જ, EVMની ફાળવણી કામગીરી યુદ્ધધોરણે શરૂ
- અમદાવાદ - ૪૨ ડીગ્રી
- વડોદરા - ૪૧
- સુરત - ૪૦ ડીગ્રી
- રાજકોટ - ૪૨ ડીગ્રી
- ભુજ - ૪૧
- અમરેલી - ૪૨
- ડીસા - ૪૨
મતદાન કરવા આવનારાઓને ગરમીની કોઈ અસર ન થાય તે અંગે ચૂંટણી પંચ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવનાર છે. મતદાન મથકો પર ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અનેક મતદાન મથકો પર એમ્બ્યુલન્સની સુવિધા મૂકાઈ છે. તો દિવ્યાંગ તથા શતાયુ મતદારો માટે પણ વ્હીલચેર અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. મોટાભાગના પોલિંગ બૂથ પર ગરમીને લઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરાઈ છે. તમામ મતદાન કેન્દ્ર પર તબીબી વ્યવસ્થા ઉભી કરાઈ છે. તો ચૂંટણીપંચ દ્વારા ફર્સ્ટ એઈડ કીટ પણ મૂકવામાં આવી છે, જેથી ગરમીમાં લાઈનમાં ઉભા રહેતા મતદારોને કંઈ થાય, તો તાત્કાલિક સારવાર આપી શકાય.