Gujarat Weather Update: રાજ્યમાં બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પોરબંદર, ડાંગ, જૂનાગઢ, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો છે. જ્યારે અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદથી રસ્તા નદીમાં ફેરવાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી ગુજરાતમા આંધી મચાવી શકે છે આતંકઃ અંબાલાલે કરેલી આ આગાહી ઉભું થશે વિચિત્ર વાતાવરણ


સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો. અંબાજી પંથકમાં બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ભરાતાં વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભરઉનાળે અંબાજીમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. વરસાદ પડતા ઉનાળુ બાજરીને ભારે નુકસાન થયું છે. અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.


Video Viral: 140ની સ્પીડ...4 સેકન્ડમાં 4ના મોત...ગુજરાતી યુવકોના લોહીથી રંગાયો રસ્તો


સુરેન્દ્રનગરના જોરાવરનગર વઢવાણ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે પવનને લીધે હોડીગ બોર્ડ અને વૃક્ષો પડી જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી છે.


આ ગુજ્જુ બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ હજારોને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલ


જૂનાગઢમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના આઝાદ ચોક, માંગનાથ રોડ,, વણઝારી ચોકમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે.


ગુજરાતમાં અદ્દભુત ખગોળીય ઘટના! આકાશમાં જોવા મળેલી આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાયા


તેવી રીતે ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ બન્યો છે. સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ડાંગ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હોવાના સમાચાર છે. સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે.


નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના;ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના મોત


પોરબંદરના બરડા પંથકમાં વરસાદ શરૂ થયો છે. પોરબંદરના મોઢવાડા, કીંદરખેડા, બગવગર સહિત ના બરડા પંથક મા વરસાદી છાંટા તથા અમુક જગ્યાએ વરસાદ શરૂ થયો છે.  અસહ્ય ગરમી બાદ અડવાણા સહિત આસપાસ ગામે સામાન્ય પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. મગ,તલ,ચોળી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.


શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો; 15 દિવસ પહેલાં નોકરીએ ચઢેલા શિક્ષકે પોત પ્રકાશ્યું!


દ્વારકા જિલ્લામાં ભાણવડ તાલુકાના રોજળા, હાથલા,ગળુ, રાણપર તેમજ ભાણવડ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સવારથી અહસ્ય ગરમી સાથે વાદળ છાયું વાતાવરણ બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


આ શહેરમાં રહે છે દુનિયાના સૌથી વધુ ધનિક લોકો, દરેકના ખાતામાં ઓછામાં ઓછા 8 કરોડ


કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત ત્રીજા દિવસે ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળી. વરસાદના કારણે કેરીના પાકને નુકશાની ભીતિ છે.