સુરત : શહેરના પર્વતપાટીયા આઈ માતા રોડ પર રઘુવીર બિઝનેસ એમ્પાયરમાં 5 માળની એક દુકાનમાં આજે અચાનક આગ લાગી હતી. જેને કારણે ભાગદોડ મચી ગઈ હતી. જયારે આગની જાણ થતાં ફાયરબિગ્રેડની ૧૦ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે તે પહેલા જ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનો હોવાથી વેપારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. મોટુ નુકસાન થતા અટકાવી શકાયું હતું. ફાયર વિભાગે આગ પર સરળતાથી કાબુ મેળવી લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન: ગદ્દાર ધવલસિંહે સમાજનો દ્રોહ કર્યો પરાજય નક્કી છે: વિક્રમસિંહ
પર્વતપાટીયાના આઈ માતા રોડ પર આવેલા રઘુવીર બિઝનેસ એમ્પાયરમાં 5 માં માળ ની એક દુકાનમાં આજે સાંજે અચાનક આગ લાગી હતી. જેને કારણે માર્કેટ અને નજીકના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. રઘુવીર બિઝનેસ એમ્પાયરમાં દુકાન ધરાવતાં લોકો અને ગ્રાહકો દુકાનની બહાર દોડી આવ્યાં હતાં. જયારે માર્કેટમાં આગ લાગ્યાની જાણ થતાં પૂર્વ તૈયારી સાથે ફાયરબિગ્રેડની ૧૦ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.


વડોદરામાં પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસી મહિલા કાર્યકરોએ મેયરને ધક્કે ચડાવતા તબીયત બગડી


અનોખી પહેલ! અંધજન મંડળની બહેનોને ઓફીસમાં જ બોલાવી દિવડાઓનું વેચાણ કરાયું
જોકે તે પહેલા જ માર્કેટમાં ફાયર સેફ્ટીના સાધનો હોવાથી વેપારીઓએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ દુકાનમાં નેટનું વેચાણ થતું હતું. આગના કારણે નેટનો જથ્થો સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગયો હતો. દુકાનમાં દિવાળીની સાફ સફાઈ કરવામાં આવી રહી હતી. દરમિયાન એસીના આઉટ઼ડોર યુનિટમાંથી સ્પાર્ક થતાં આગ લાગી હતી. જે આગ કાપડ મારફતે વધુ ફેલાઈ હતી.