કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન: ગદ્દાર ધવલસિંહે સમાજનો દ્રોહ કર્યો પરાજય નક્કી છે: વિક્રમસિંહ

બાયડ વિધાનસભા બેઠક  ની પેટા ચૂંટણી નો પ્રચાર અંતિમ તબક્કા માં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રદેશ નેતાઓ અને મંત્રીઓ ને મેદાને ઉતારી મતદારો ને રિજવવાનો પ્રયાસ કર્યો હતો બાયડ ખાતે આજે કોંગ્રેસ ના ઉમેદવાર જશુભાઈ પટેલ ના સમર્થન માં કોંગ્રેસ નું જન આશીર્વાદ સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ સહિતના પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસનું જન આશીર્વાદ સંમેલન: ગદ્દાર ધવલસિંહે સમાજનો દ્રોહ કર્યો પરાજય નક્કી છે: વિક્રમસિંહ

સમીર બલોચ/અમદાવાદ : બાયડ વિધાનસભા બેઠક  ની પેટા ચૂંટણી નો પ્રચાર અંતિમ તબક્કા માં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પ્રદેશ નેતાઓ અને મંત્રીઓ ને મેદાને ઉતારી મતદારો ને રિજવવાનો પ્રયાસ કર્યો હતો બાયડ ખાતે આજે કોંગ્રેસ ના ઉમેદવાર જશુભાઈ પટેલ ના સમર્થન માં કોંગ્રેસ નું જન આશીર્વાદ સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ સહિતના પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

લંકાની લાડીને ઘોઘાનો વર: દર્દીઓની તપાસ વડોદરામાં અને સારવાર પંચમહાલમાં
અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી જાહેર થતા આગામી 21 તારીખે મતદાન યોજાનાર છે, ત્યારે બાયડ બેઠક પર ત્રીપાંખીયો જંગ જામ્યો છે. આજે કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ શિવભાઈ પટેલના પ્રચારમાં બાયડ ખાતે જન આશીર્વાદ સંમેલન યોજાયું હતું. જેમાં ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિત રહયા હતા. ત્યારે આ સંમેલનમાં ભાજપના ઉમેદવાર ધવલસિંહ જાલાના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ જાલા સહિત 70થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. વિક્રમસિંહે જણાવ્યું કે, ધવલસિંહે સમાજ સાથે દગો કર્યો માટે હું નારાજ થઈ આજે કોંગ્રેસમાં જોડાયો છું.

કોંગ્રેસના ઉમેદવારના સમર્થન માં યોજાયેલી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા મુખ્યમત્રી વિજય રૂપાણીને નિશાને લીધા હતા અને મુખ્યમંત્રી ને બાયડ નો વિકાસ નહીં કરવા બદલ નમાલા ગણાવ્યા હતા, તેમજ રામ મંદિર મુદ્દે  ભાજપ મનમાં રામ અને આચરણમાં નથ્થુરામ જેવું વલણ રાખે છે. રામ નો ઉપયોગ ભાજપે 30 વર્ષથી માત્ર વોટ માંગવા માટે કર્યો છે. વિજય રૂપાણી ચૂંટણીઓમાં બાયડ આવ્યા પણ બાયડ ને જીઆઇડીસી પણ આપી શક્યા નથી.

કચ્છના ફતેહગઢમાં અચાનક એલિયન જેવું બલુન આવી પટકાયું અને પછી...
આ સભામાં ઉપસ્થિત  કોંગ્રેસ ના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી એ રામ મંદિર મુદ્દે ભાજપ ને ઘેરી હતી અને રામ મંદિર ના નામે ભાજપે ઉઘરાવેલા પૈસા નો હિસાબ માંગ્યો હતો તેમજ હું પોતે ભરત છું અને રામ મંદિર બને એમાં મને સુ વાંધો હોય ભાજપ ના નેતાઓ પાર આક્ષેપ કરતા તેમને કટાક્ષ કરતા કહ્યું હતું કે રામજી ના મદિર વાળા એમ કહે છે કે અમે અયોધ્યા ના નામે પૈસા ઉઘરાવીએ છીએ અને હવા માં ઉછળીએ છે એમ થી રામજી ને ગમે એટલા એ લઈ લે છે બાકીના અમે લઈ લઈએ છે એમ કહી કટાક્ષ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news