ગુજરાતના કયા ભાગોને નડ્યો ભાદરવાનો ભારે વરસાદ? મેઘરાજાએ સૌથી વધુ આ વિસ્તારોને ધમરોળ્યાં!
Forecast: વરસાદને લઈ ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં ભારે વરસાદીની શક્યતા નહિવત છે તેમજ 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.
Meteorologist Ambalal Patel's Forecast: ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં આ વર્ષે સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે. હવે ભારે વરસાદની શક્યતા નહિવત છે. 24 કલાકમાં બાદ વરસાદનું જોર ઘટશે. પરંતુ અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. ત્યારે રાજ્ય પરથી એક મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થઇ રહી છે અને આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે દરિયા તરફ આગળ વધશે.
મહિલા અનામત બિલ પાસ, લોકસભાએ ઐતિહાસિક બિલને મંજૂરી આપી
મેઘરાજાની ચારેય બાજુ ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે.
VIDEO: "હિંદુઓ કેનેડા છોડીને ભારત પાછા જાઓ", કેનેડામાં ભારતીયોને કોને આપી ધમકી
આજે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમણે ખૂંખાર વાવાઝોડાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, જે બંગાળના ઉપસાગરમાં સર્જાશે. આગામી ટૂંક સમયમાં જ આ મજબૂત વાવાઝોડું સર્જાશે. તેની ગુજરાત પર શું અસર થશે.
પુરૂષોને હાર્ટ એટેકનો મોટો ખતરો:આ કારણે પુરુષોનું હૃદય નબળું પડ્યું, રાજકોટમાં 3 મોત
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમનું ભારે સર્ક્યૂલેશન સર્જાયુ છે, અને તે હવે પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહ્યું છે, આ કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર- કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. હવામાન વિભાગ અનુસાર, આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે, અને શુક્રવારથી વરસાદનું જોર ઘટશે.
ટ્રુડોને કેવી રીતે ભારે પડી પોતાની મૂર્ખામી? ભારતે કઠોર વલણ અપનાવતા આ રીતે નરમ પડ્યા
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.
વિનાશક વરસાદની તબાહી ભોગવી રહ્યું છે આ ગામ, લાચાર ખેડૂતોએ કહ્યું સહાય મળે તો બચી શકી
ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત
અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.
ગુજરાતમા કઈ તારીખ સુધી પડશે વરસાદ? ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડું દેખાડશે ભયાનક દ્રશ્યો!
મહત્વનું છે કે, આગામી 21મી તારીખથી વરસાદી સિસ્ટમ નબળી પડશે, 18 અને 19મી તારીખે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે. અરબસાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે. 10 ઓકટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓકટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં બેથી ત્રણ ચક્રવાત સર્જાશે. ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે.
હે ભગવાન ગુજરાતમાં શું થવા બેઠું છે? સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીઓ પાસે કરાવાય છે PM
આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
વાવ, થરાદ, દાંતીવડા, અમીરગઢ, ડિસામાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. જ્યારે બનાસ નદીમાં પાણીની આવક વધારે રહેશે. આ સાથે પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઇ શકે છે. રાપરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
હદ વટાવી! આર્મી મેન અને તેના ભાઈએ નર્સને બનાવી દુષ્કર્મનો શિકાર, ફોટો-વિડીયોની ધમકી
જ્યારે મુંદ્રા, ભચાઉ, જખૌ, ગાંધીધામ, અંજાર, કંડલા, માંડવી, ભુજ અને નખત્રાણામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમકે, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારપછી સૌરાષ્ટ્રના કોઇપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહી શકે છે. આ સિસ્ટમ નબળી છે. આમાં સાર્વજનિક વરસાદ તો છે પરંતુ નબળો છે.