ગુજરાતમાં કઈ તારીખ સુધી પડશે વરસાદ? 150 કિ.મીની સ્પીડે આવી રહ્યું છે ભયંકર વાવાઝોડું, દેખાડશે ભયાનક દ્રશ્યો!
Ambalal Patel's Forecast: ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ડરામણી આગાહી કરી છે. તેમણે કહ્યું કે ઓક્ટોબર માસમાં બંગાળમાં વાવાઝોડાની પ્રક્રિયા થશે શરૂ, ગુજરાતમાં આ સિસ્ટમ વરસાદ લાવી શકે છે. 150 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, વાવાઝોડાની અસર ગુજરાત પર શું થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
Trending Photos
Meteorologist Ambalal Patel's Forecast: ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. ત્યારે રાજ્ય પરથી એક મજબૂત વરસાદી સિસ્ટમ પસાર થઇ રહી છે અને આ વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે દરિયા તરફ આગળ વધશે. જોકે, ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમણે ખૂંખાર વાવાઝોડાની આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે, જે બંગાળના ઉપસાગરમાં સર્જાશે. આગામી ટૂંક સમયમાં જ આ મજબૂત વાવાઝોડું સર્જાશે. તેની ગુજરાત પર શું અસર થશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.
ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં ચક્રવાત
અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.
હાલ વરસાદી સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વખતે 4થી 12 ઓક્ટોબરમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. જ્યારે 4થી 14 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં એક ભારે મજબૂત ચક્રવાત સર્જાવવાની શક્યતા રહેશે. ધીમે-ધીમે આ સિસ્ટમ મજબૂત થશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ
આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધુ વરસાદ પડી શકવાની શક્યતા રહેશે. આ સાથે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. 19 અને 20 તારીખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે.
આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
વાવ, થરાદ, દાંતીવડા, અમીરગઢ, ડિસામાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. જ્યારે બનાસ નદીમાં પાણીની આવક વધારે રહેશે. આ સાથે પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઇ શકે છે. રાપરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે મુંદ્રા, ભચાઉ, જખૌ, ગાંધીધામ, અંજાર, કંડલા, માંડવી, ભુજ અને નખત્રાણામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમકે, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારપછી સૌરાષ્ટ્રના કોઇપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહી શકે છે. આ સિસ્ટમ નબળી છે. આમાં સાર્વજનિક વરસાદ તો છે પરંતુ નબળો છે.
20 તારીખ સુધીમાં બનાસકાંઠાના થરાદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ આગળ વધતાં મહેસાણા, પાટણના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. પાટણના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદમાં વરસાદની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. પોરબંદર ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે