અમદાવાદ: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે જ રાજ્યમાં દિવસેને દિવસે ગરમીમાં વધારો થઇ શકે છે. ત્યારે અમદાવાદ શહેરમાં તાપમાન 43 ડીગ્રીની આસપાસ પહોંચી શકે છે. તે જોતા હવામાન વિભાગ દ્વાર સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અલ્પેશ ઠાકોર સામે થઇ શકે છે મોટી કાર્યવાહી, કોંગ્રેસ કરી શકે છે સસ્પેન્ડ


હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની શક્યતાઓ દર્શાવી છે. ત્યારે 14, 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી અને વડોદરા સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે 16મી એપ્રિલે સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે પવનની દિશા બદલાતા વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...