વરસાદની આગાહી વચ્ચે જાણો આગામી બે દિવસમાં ગુજરાતમાં ક્યાં ધોધમાર મેઘ વરસશે
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.
અમદાવાદ :સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી છે. આગામી 48 કલાકમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં વરસાદના આગમનની હવે હવામાન વિભાગે ગઈકાલે વિધિવત જાહેરાત કરી છે.
જામનગરના આ પ્રેમી સામે રોમિયો-જુલિયેટ, હીર-રાંઝાનો પ્રેમ પણ ફિક્કો પડે એમ છે
સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો
ત્રણ દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજા સુરતમાં મન મૂકીને વરસ્યા હતા. આજે વીજળીના કડાકા ભડાકા સાથે સુરતના ચોકબજાર, નાનપુરા સહિતના વિવિધ વિસ્તારોમા ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદ પડતાની સાથે જ ભારે બફારા સામે લોકોએ ઠંડકનો અનુભવ થયો હતો. સાથે જ રિંગરોડ, ચોકબજાર વિસ્તારમા વરસાદના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય હતી. જો કે બીજી તરફ વરસાદ પડતા ખેડૂતોમા પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતમા પાણીની અછતની સમસ્યા ચાલી રહી છે, જેને કારણે તેઓ વાવણી સમયસર કરી શક્યા નથી. આજે જ્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે ખેડુતોએ શેરડી તથા ડાંગરના પાકની
વાવણી શરૂ કરી દીધી હતી.
સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર, બનતા જ તોડશે બુર્જ ખલીફાનો રેકોર્ડ
દવાના નામે દારૂનો ગુજરાતમાં બેફામ વેપલો, જુઓ Zee 24 કલાકનો Exclusive રિપોર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ખાબકશે વરસાદ
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિગ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :