ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે ક્યાર સુધી અને ક્યાં ક્યાં ભારે વરસાદ વરસશે તે અંગે અનુમાન કરવામાં આવ્યુ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, રાજ્યમાં જળતાંડવ થાય તેવી શક્યતા છે. આ સાથે તેમણે નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, કડી, બેચરાજી, હારીજના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિઘ્નહર્તાના પર્વમાં આ વિસ્તારમાં વિઘ્ન બન્યો વરસાદ! એક કલાકમાં રોડ રસ્તાઓ બન્યા નદી


રાજ્યમાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદી વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. ત્યારે આજે અને આવતીકાલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છ અને મોરબીમાં આજે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. 


આ જોઈ તમારું લોહી ઉકળી જશે, ડાકણ ન કરે તેવું કૃત્ય પાડોશી મહિલાએ બાળકી સાથે કર્યું


હવામાન વિભાગની ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ રાજસ્થાન સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન આવ્યું છે. જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. કચ્છ અને મોરબીમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દ્વારકા પોરબંદર, જામનગર, રાજકોટ, અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે (20 સપ્ટેમ્બર) કચ્છ, જામનગર, દ્રરકા, પોરબંદર, ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


ખુલતા પહેલા ધૂમ મચાવી રહ્યો છે IPO, પ્રાઇઝ બેન્ડ 171 રૂપિયા, મોટી કમાણીના સંકેત!


IMDએ ગુજરાતમાં 19 અને 20 તારીખે કેટલીક જગ્યા રેડ અને ઓરેઝ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં 17થી 18 સપ્ટેમ્બર દરમિયાન 204.4 મીમીથી વધુ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમજ 19 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 18 સપ્ટેમ્બર સોમવારના રોજ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ નર્મદા નદીમાં વધતા જતા જળસ્તરને જોતા કાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા છે. 


અમેરિકા, બ્રિટન કે કેનેડાના સપનાં છોડો, આ 5 દેશમાં સેટલ થયા તો લોટરી લાગી જશે


અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ અને મોરબીમાં આજે રેડ એલર્ટ છે. બનાસકાંઠા,પાટણ, સુરેન્દ્રનગર, જુનાગઢમાં આજે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, દ્વારકા,રાજકોટ, પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતીકાલે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ,જામનગર, દ્વારકા,પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


Reliance Jio અચાનક બંધ કર્યો 336 દિવસની વેલિડિટીવાળો પ્લાન, યૂઝર્સને ઝટકો!


અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે તારીખ 19 અને 20 માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.


અડધા ખર્ચે જાઓ અને ડોલર કમાઓ, ખાલી કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા-અમેરિકા ના કરો


આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વધુ વરસાદ પડી શકવાની શક્યતા રહેશે. આ સાથે બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 20, 21 તારીખોમાં કચ્છના ભાગો અને ઉપર પાકિસ્તાનના ભાગોમાં થઇને સમુદ્રમાં આ સિસ્ટમ જતી રહેશે. 19 અને 20 તારીખમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે. 


જૂની સંસદમાં સાંસદોનું ફોટો સેશન, કોણ બેઠા નીચે પલાઠી વાળીને અને કોણ છેલ્લી હરોળમાં


વાવ, થરાદ, દાંતીવડા, અમીરગઢ, ડિસામાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે. જ્યારે બનાસ નદીમાં પાણીની આવક વધારે રહેશે. આ સાથે પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઇ શકે છે. રાપરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મુંદ્રા, ભચાઉ, જખૌ, ગાંધીધામ, અંજાર, કંડલા, માંડવી, ભુજ અને નખત્રાણામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, ગીર સોમનાથના ભાગોમાં તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જેમકે, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારપછી સૌરાષ્ટ્રના કોઇપણ ભાગોમાં વરસાદ થવાની શક્યતા ઓછી રહી શકે છે. આ સિસ્ટમ નબળી છે. આમાં સાર્વજનિક વરસાદ તો છે પરંતુ નબળો છે.


World Cup 2023: વર્લ્ડ કપમાંથી 4 ખતરનાક ખેલાડી બહાર, 5માં ખેલાડી માટે મુશ્કેલી શરૂ