Reliance Jio અચાનક બંધ કર્યો 336 દિવસની વેલિડિટીવાળો પ્લાન, યૂઝર્સને ઝટકો!
Reliance Jio: દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યૂઝર્સને ઝટકો આપ્યો છે. જિયોએ અચાનક પોતાનો એક લાંબી વેલિડિટીવાળો પ્લાન બંધ કરી દીધો છે.
Trending Photos
Reliance Jio Discontinue Rs 1559 Plan: રિલાયન્સ જિયોએ પોતાના પોર્ટફોલિયોમાંથી ચુપચાપ એક પ્રીપેડ પ્લાન હટાવી દીધો છે. રિલાયન્સ જિયોએ પોતાના એક લોન્ગ ટર્મ પ્લાનને બંધ કરી દીધો છે. જિયોએ પોતાના ડેટા પ્લાનના લિસ્ટમાંથી 1559 રૂપિયાના પ્રીપેડ પ્લાનને હટાવી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે જિયોની વેબસાઇટ અને MyJio એપ પર આ પ્લાન લિસ્ટેડ નથી. આવો જાણીએ આ પ્લાનમાં કયા-કયા ફાયદા મળતા હતા.
રિલાયન્સ જિયોના 1559 રૂપિયાનો પ્લાન
1559 રૂપિયાવાળો એક લોન્ગ ટર્મ પ્લાન હતો જેમાં 336 દિવસની વેલિડિટી મળતી હતી. આ સાથે આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ સાથે 24જીબી ડેટા આપી રહી હતી. પ્લાનની સાથે યૂઝર્સને 3600 ફ્રી એસએમએસ પણ મળતા હતા.
આ સાથે તેમાં યૂઝર્સને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ક્લાઉડના સબ્સક્રિપ્શનનો એડિશનલ લાભ મળતો હતો. એટલું જ નહીં જે વિસ્તારમાં જિયો 5જી નેટવર્ક છે તે લોકોને અનલિમિટેડ 5જી ડેટા આ પ્લાનમાં મળી રહ્યો હતો.
રિલાયન્સ જિયોના વાર્ષિક પ્લાન
હાલ રિલાયન્સ જિયો 2999 રૂપિયા અને 2545 રૂપિયાના બે લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરી રહ્યું છે. 2999 રૂપિયાવાળા પ્લાનમાં 365 દિવસની વેલિડિટી મળે છે અને તેમાં દરરોજ 2.5 જીબી ડેટા ઓફર કરવામાં આવે છે. યૂઝર્સ અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસનો લાભ લઈ શકે છે. બીજીતરફ 2545 રૂપિયાનો પ્લાન 336 દિવસની વેલિડિટી સાથે આવે છે અને તેમાં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્લાનમાં પણ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે