અમદાવાદ: દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે. તો હજુ પણ ભારે વરસાદ પડવાની આગહી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની નદીઓ ગાંડીતુર બનતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તો વાપીના સલવવા ગામે આવેલા ઘુરિયા ફળિયામાં કોલક નદીના પાણી ગામમાં ફરીવળતા 15 જેટલા ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સાથે જ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લાના 68 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદ પડ્યો છે તો મૌસમનો કુલ 23.41 ટકા વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો કયા ઝોનમાં કેટલો વરસાદ


છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધારે ઉમરગામમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં 5 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, પારડીમાં 3 ઈંચ, ધરમપુર 2.5 ઈંચ તથા ચીખલી અને વલસાડ શહેરમાં 2 ઈંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદને પગલે નવસારીની અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ છે. જ્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ખેરગામ ખાતેથી પસાર થતી ઔરંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે. જેના કારણે ગરગડીયા ગામનો પુલ પાણીમાં ગરકાવ થતા વલસાડ-ખેરગામનો રસ્તો બંધ થઇ ગયો છે. પુલ પાણીમાં ગરકાવ થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.


[[{"fid":"223516","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો:- ગુજરાત વિધાનસભામાં આજે રજૂ કરાશે અશાંતધારા સુધારા વિધેયક


તો બીજી તરફ વાપી તાલુકાના વંકાછ ગામેથી વહેતી સરોઇ ખાડીમાં સવારે 4 વાગ્યાથી વરસાદી પાણી ચડી ગયેલા જે સાંજે 7 વાગ્યા સુધી ઉતર્યા નહિ. જેના કારણે વંકાછ ગામ સંપર્ક વિહોણું હન્યું છે. વંકાછ ગામના 400થી વધુ લોકો છેલ્લા 12 કલાકથી ફળિયામાંથી બહાર આવ્યા નથી. લો લેવલનો બ્રિજ હોવાથી પાણી હજી ઉતર્યા નથી. જેથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાપી તાલુકાના સલવાવ ગામમાં ચારે તરફ પાણી જ પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વાપીના સલવવા ગામે આવેલા ઘુરિયા ફળિયામાં કોલક નદીના પાણી ગામમાં ફરીવળતા 15 જેટલા ફસાયેલા લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.


વધુમાં વાંચો:- ગુજરાત સરકારે ખેડૂતો પાસે વિજ કનેક્શનના નામે લૂંટ ચલાવી: અર્જુન મોઢવાડિયા


[[{"fid":"223517","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ગઇકાલે મધુબન ડેમમાં 2 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ હતી. જ્યારે આજે 25 હજાર ક્યૂસેક પાણની આવક થઈ છે. ગઇકાલે ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જ્યારે આજે ડેમના 4 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે અને ડેમમાંથી 25 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદના કારણે દમણગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને કાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા.


વધુમાં વાંચો:- પંચમહાલ: નદીમાં સર્જાયો કૃત્રિમ ‘ફીણનો હિમાલય’, કારણ જાણીનો ચોકી જશો


જો કે, વરસાદને કારણે મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ વરસાદના વિરામ લેતા હાશકારો અનુભવ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ગઇકાલે 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...