જમીલ પઠાણ/છોટાઉદેપુર :રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવો માહોલ સર્જાયો છે. છોટાઉદેપુર અને કવાંટમાં અનરાધાર વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 13.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધી રાત્રે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો નર્મદા ડેમ, 131 મીટર સપાટી પાર કરતા 26 દરવાજા ખોલાયા


સવારના અપડેટ મુજબ 


  • કવાંટમાં 12 ઈંચ

  • પાવીજેતપુરમાં 7 ઈંચ 

  • નસવાડીમાં 6 ઇંચ

  • બોડેલીમાં 3.5 ઈંચ

  • સંખેડામાં 2.5 ઈંચ 


છેલ્લા 24 કલાકથી છોટાઉદેપુર જિલ્લામાં મેઘ કહેર યથાવત છે. બુધવાર રાતથી છોટાઉદેપુરના અનેક તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ગુરુવાર બાદ કવાંટમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગુરુવારે સાંજે 6 થી 10 કલાક દરમિયાન કવાંટમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો નસવાડીમાં 3.5 ઈંચ, છોટાઉદેપુરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 


કવાંટમાં વરસાદને પગલે હેરણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. હેરણ નદીમાં ફરી ઘોડાપુર આવતા કાંઠા વિસ્તારના લોકોમાં ભય ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, હેરણ નદીની આ સ્થિતિ ગઈકાલથી છે. જો વરસાદ સતત ચાલુ રહે તો અનેક ગામોમાં પાણી ફરી ઘૂસી શકે છે. છોટાઉદેપુર જિલ્લાની તમામ નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. 


24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 13 ઈંચ ખાબક્યો છે. તો કવાંટમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ વરસાદ 66.40% થયો છે. જેમાં દાહોદ, પંચમહાલ, તાપી, સુરત, નર્મદા, વડોદરામાં વરસાદ પડ્યો છે. 


રાજ્યના 3 તાલુકાઓમાં 8 થી13 ઈંચ વરસાદ 


  • 13 તાલુકાઓમાં 4 થી 7 ઈંચ વરસાદ 

  • 13 તાલુકાઓમાં 2 થી 4 ઈંચ વરસાદ 

  • 50 તાલુકાઓ માં 1 થી 2 ઈંચ વરસાદ


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :