છોટાઉદેપુરમાં સાંબેલાધાર વરસાદ, કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહત્વના રસ્તાઓ બંધ
સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી કવાંટમાં ચાર કલાકમાં 4.5 ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 4 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
જમીલ પઠાણ/છોટાઉદેપુર :સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી કવાંટમાં ચાર કલાકમાં 4.5 ઇંચ વરસાદ, પાવીજેતપુરમાં 4 ઈંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આજે સવારથી છોટાઉદેપુરના કવાંટ અને પાવીજેતપુરમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પંચમહાલના હાલોલમાં પોણા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. 3 ઈંચ વરસાદથી છોટાઉદેપુર સિટી પાણી પાણી થઈ ગયું છે. છોટાઉદેપુર, કવાંટમાં ભારે વરસાદને કારણે ઓરસંગ, કરા, હેરણ, ધામણી, અશ્વિન, ઉચ્છ સહિતની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો કવાંટનો રામી ડેમ 0.75 સેમીથી ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને પગલે સુખી ડેમની સપાટી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. ભારે વરસાદને પગલે છોટાઉદેપુર, કવાંટ, પાવીજેતપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ગુજરાતમાં અચાનક ક્યાંથી પ્રગટી ઢબુડી માતા, જેની સામે પોલીસ-ધારાસભ્યો પણ સલામી ભરે છે
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પૂર્વ અરેબિયન સમુદ્ર અને તેને સંલગ્ન સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 24 ઓગસ્ટથી લઈને પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 25મીએ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે કે, 26 અને 27 ઓગસ્ટનાં રોજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :