ઝી બ્યુરો/જૂનાગઢ: ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઇ છે અને નદીઓ બે કાઠે વહી રહી છે. ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માઘવરાજી મંદિર પાણીમાં ડૂબ્યું છે. પ્રતિવર્ષ ચોમાસા દરમ્યાન ભારે વરસાદ આવે ત્યારે ભગવાન પાણીમાં બિરાજે છે અને લોકો દૂરથી જ માધવરાય પ્રભુનો જળવિહારના દર્શન કરવા આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ


આ વર્ષમાં પ્રથમ વાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેથી નદી નાળા અને વેકળા છલકાયા છે. ત્યારે ગીર પંથકમાં આવેલી પૂર્વ વાહિની સરસ્વતી નદીમાં પૂર આવતા અતિપ્રાચીન એવા પ્રાચી તીર્થમાં બિરાજતા સુપ્રસિદ્ધ માધવરાય ભગાવનનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. સરસ્વતી નદીના માર્ગમાં આવેલ માધવરાયનું મંદિર નદીના નદીને અડીને જ આવેલું છે. ત્યારે નદીમાં ઘોડાપૂર આવતા મંદિર મા સરસ્વતી નદી માધવરાયને સ્નાન કરાવતા હોય તેવું દ્ર્શ્ય રચાઈ છે.


આગામી 24 કલાક ગુજરાતમાં મેઘરાજા કરશે તોફાની બેટિંગ! આટલા જિલ્લામાં અપાયું એલર્ટ


સૂત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે ભાવિકો હાલ ભગવાનના દર્શન નહિ કરી શકે. પાંચ હજાર વર્ષ જૂનું માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે. જેના કારણે પ્રતિ વર્ષ વર્ષા ઋતુમાં મોટા ભાગે ભગવાન માઘવરાય પાણીમાં જ બિરાજમાન હોય છે. ત્યારે જેમ વરસાદ વધશે તેમ માધવરાયનું મંદિર વધુને વધુ પાણીમાં સમાઈ જશે. એક સમયે માત્ર માધવરાય મંદિરનું શિખર જ માત્ર દેખાશે. આમ લોકો માધવરાય મંદિરના દર્શન નહીં કરી શકે. પરંતુ શ્રીકૃષ્ણની જળમગ્ન થયાના દિવ્ય દ્રશ્યના દર્શન કરી શક્શે.


બાપ રે...વડોદરામાં લોકો ઘરની બહાર નીકળતા થરથર ધ્રૂજે છે, કારણ જાણી તમે પણ ફફડી જશો!