મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ

તાપી જિલ્લાના જુદા જુદા તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વ્યારાના કણજા ફટકા પાસે આવેલ રેલ્વે અંડર પાસ માં ઢીચણસમાં પાણી ભરાતા રાહદારઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ, અપાયું ઓરેન્જ એલર્ટ

ઝી બ્યુરો/તાપી: તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તાપી જિલ્લાના જુદા જુદા તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વ્યારાના કણજા ફટકા પાસે આવેલ રેલ્વે અંડર પાસ માં ઢીચણસમાં પાણી ભરાતા રાહદારઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

વ્યારાના રેલ્વે અંડર પાસમાં પાણી ઢીચણસમાં પાણી ભરાતા વ્યારા નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીઓ પર સવાલ ઊંભા થઈ રહ્યા છે ત્યારે પહેલા જ વરસાદમાં અગર પાણી ભરાઈ જતાં હોય તો આવનારા દિવસોમાં રાહદારીઓ માટે મુશ્કેલીનો સામનો કરવાનો કરવો પડશે તેમ લાગે છે. ત્યારે સ્થાનિકો દ્વારા છેલ્લાં 2 વર્ષથી રેલ્વે અને નગરપાલિકાને રજૂઆત કરતા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા રાહદારીને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે તાપી જિલ્લા આવેલ ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં બંધ કરાયા હતા પંચાયત હસ્તક ના કુલ 23 રસ્તા બંધ કરાયા. તાલુકા મુજબ વ્યારા 3, ડોલવણ 2, વાલોડ 3 અને સોનગઢ 15 પંચાયત હસ્તક ના રસ્તા બંધ થતાં વાહનચાલકો ની સમસ્યા વધી. 

નવસારીમાં ઓરેન્જ એલર્ટ, જિલ્લામાં વરસાદી માહોલ યથાવત
નવસારીમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લાની લોકમાતાઓમાં નવા નિયમ આવતા બંને કાંઠે વહેતી થઈ છે. જેની સાથે જ જિલ્લામાં આજે ઓરેન્જ આપવામાં આવ્યું છે. જેમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય અને પૂરની સ્થિતિ બને તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે આગોતરા આયોજન રૂપ જિલ્લા તંત્ર દ્વારા NDRFની ટીમને પણ બોલાવી લેવામાં આવી છે. 

નવસારીમાં 24 કલાકના વરસાદના આંકડા ઉપર નજર કરીએ, તો સૌથી વધુ ખેરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચીખલીમાં 4 ઇંચ, ખેરગામમાં 3.29 ઇંચ, ગણદેવીમાં 2.5 ઇંચ અને નવસારી તથા જલાલપોર તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વહેલી સવારથી વરસી રહેલા વરસાદને જોઈએ તો જિલ્લાના આદિવાસી પટ્ટાના ત્રણ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. બીજી તરફ દેવધા ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદી કાંઠાના 13 ગામોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news