અમદાવાદ :રાજ્યભર (Gujarat)માં હાલ માતે મેઘો મંડરાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા (Heavy Rain) નું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન ઉના, કોડીનાર, તલાલા, સુત્રાપાડા જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે લોકો પણ આવા ધમાકેદાર વરસાદથી ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 


પોરબંદર : પોતાના દીકરા જેમ બીજા કોઈનો પુત્ર અકસ્માતમાં મૃત્યુ ન પામે તે માટે પિતાએ લોકોને આપી યાદગાર ભેટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે રાત્રે ખાબકી પડેલા વરસાદે ઠેરઠેર પાણીપાણી કર્યું હતું. જેમાં ઉનામાં 2.3 ઇંચ, કોડીનાર શહેરમાં અડધો ઈંચ, તો કોડીનારના ડોળાસામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો. તો બીજી તરફ તાલાલામાં 3.5 ઇંચ અને ગ્રામ્યમાં 4 ઇંચ નોંધાયો હતો. આ ઉપરાંત સુત્રાપાડામાં 3 ઇંચ અને ગીરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાત્રિ દરમ્યાન વીજના કડાકા સાથે તૂટી પડેલા વરસાદથી સમગ્ર ગીર-સોમનાથા જિલ્લો રસ તરબોળ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગીર-સોમનાથ જિલ્લામાં તાલાલામાં સીઝનમાં 56 ઇંચ સાથે ટોપ પર છે. તો સુત્રાપાડા 48 ઇંચ સાથે સૌથી વધુ વરસાદથી ટોપ પર છે. 


અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા 


કચ્છમાં પણ વરસાદ 
ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં કચ્છ પણ સામેલ હતું. કચ્છના રવાપર ઘડાણી હાજીપીર દેશલપર ઉગેડી સહિતના વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે માતાનામઢ તરફ જતા પદયાત્રીઓ તથા ભાવિકો પરેશાન થયા હતા. પદયાત્રીઓ પરેશાન થયા, તો બીજી તરફ સેવાના કેમ્પ સંચાલકોમાં દોડધામ મચી હતી.


કાળિયાર શિકાર કેસ : સલમાન ખાન કોર્ટમાં હાજરી આપશે કે નહિ?


મોરબીમાં વરસાદ
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાંથી ત્રણ તાલુકામાં દોઢથી સવા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. મોરબી, ટંકારા અને હળવદ તાલુકામાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. મોરબીમાં ૫૦ એમએમ, ટંકારામાં ૪૦ એમએમ અને હળવદમાં ૫૭ એમએમ વરસાદ નોંધાયો છે. 


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સતત સક્રિય છે. 3 દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી થઈ છે. 3 ઓક્ટોબર એટલે કે પાંચમા નોરતા બાદ વરસાદ ઘટી જશે. ચોમાસાની વિદાયના ચિન્હો પણ જોવા મળશે. તો સાથે જ માછીમારો મારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં છુટા છવાયા વરસાદી ઝાપટાની સંભાવના છે. અત્યાર સુધી રાજ્યમાં 127% વરસાદ નોંધાયો છે અને રાજ્યના તમામ જળાશયો છલોછલ છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :