કાળિયાર શિકાર કેસ : સલમાન ખાન કોર્ટમાં હાજરી આપશે કે નહિ?
Trending Photos
નવી દિલ્હી :જોધપુર (Jodhpur) જિલ્લાની સત્ર કોર્ટે બે દાયકા પહેલા રાજસ્થાન (Rajasthan)ના એક ગામમાં બે કાળિયારનો શિકાર (Black buck poaching case) કરવાના મામલામાં બોલિવુડ (Bollywood) એક્ટર સલમાન ખાન (Salman Khan) ને શુક્રવારે હાજર થવાનો આદેશ આપ્યો છે. એક્ટરના વકીલને કથિત રીતે શુક્રવારે કોર્ટમાં તેમની હાજરી નક્કી કરવાનું કહેવાયું છે. નહિ તો સલમાન ખાનની જામીન રદ કરવાની શક્યતા છે.
અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર પાણી ભરાયા
જામીન પર છે સલમાન
સલમાન ખાનના વકીલ મહેશ બોરાએ પુષ્ટિ કરી છે કે, સલમાન આજે જોધપુર નહિ આવે. તેથી પરિવારના સદસ્ય અદાલતની સુનવણી દરમિયાન હાજર થઈ શકે છે. કાળા હરણના શિકારના મામલામાં બોલિવુડ સુપરસ્ટારને પાંચ વર્ષની સજા સંભળાવાઈ હતી. પરંતુ હાલ તેઓ જામીન પર છે. આ મહિને પ્રદેશ સરકારે રાજસ્થાન હાઈકોર્ટમાં આ મામલામાં બોલિવુડ કલાકાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને નીલમ કોઠારીને નિર્દોષ સાબિત કરવાના આદેશને ચેલેન્જ આપી છે.
વર્ષ 1998નો કેસ
વર્ષ 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શુટિંગ દરમિયાન આ કલાકારો પર પણ સલમાન ખાનની સાથે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને સોશિયલ મીડિયા પર મોતની ધમકી આપવામાં આવી છે. સલમાન ખાનના આ ધમકી ફેસબુક પર સોપુ નામના ગ્રૂપ પર આપવામાં આવી છે. આ ધમકી ગૈરી શુટર નામના આઈડી પરથી આપવામાં આવી હતી. આ ધમકીનો સ્ક્રીન શોટ હવે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. (ઈનપુટ IANSમાંથી)
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે