અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સમગ્ર દક્ષિણમાં આખો દિવસ વરસાદ વરસતો રહ્યો હતો. વલસાડમાં 6 ઇંચ જેટલો વરસાદ પડતા સમગ્ર શહેર અને આસપાસનાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઇ ગયા હતા. વલસાડ રેલવે સ્ટેશનથી અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થતા વાહન વ્યવહાર પર માઠી અસર પડી હતી. ખેરગામમાં 10 ઇંચ તો વધઇમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલીવાર ‘ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સ 2019’નું આયોજન કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાયું
કાવેરીમાં આવ્યા નવા નીર
વાસંદા તાલુકામાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ પડતા અને ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે કાવેરી નદી ગાંડીતુર થઇ થઇ હતી. વાસંદામાં છેલ્લા 12 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાસંદા તાલુકામાં ગઇકાલે રાતથી જ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદનાં કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


પાટણ : મહિલા દર્દીઓ સાથે કામલીલા કરતા તબીબ પિતા-પુત્રનો અશ્લીલ Video વાઈરલ થયા
રાજ્ય સરકારે કર્મચારીઓને આપ્યા આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
વાસંદામાં વૃક્ષ ધરાશાયી થતા મોટી દુર્ઘટના ટળી હતી. નદી કિનારે આવેલું એક વૃક્ષ ધરાશાયી થતા વિજપોલ પર પડ્યું હતું. જેના કારણે જીવતા વાયર પાણીમાં પડ્યા હતા. જો કે સ્થાનિકોએ તુરંત જ જીઇબીનાં અધિકારીઓને જાણ કરી હતી. જેને પગલે અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ બંધ કર્યો હતો. જેથી મોટી હોનારત ટળી હતી.