રાજ્ય સરકારે કર્મચારીઓને આપ્યા આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
રાજ્ય સરકારે આજે રાજ્યભરના કર્મચારીઓના આનંદના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. જેનો લાભ સીધો રાજ્યના 9.61 લાખ કર્મચારીઓને મળશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્ય સરકારે આજે રાજ્યભરના કર્મચારીઓના આનંદના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. જેનો લાભ સીધો રાજ્યના 9.61 લાખ કર્મચારીઓને મળશે. આ મોંઘવારી ભથ્થુ જુલાઈ માસના પગાર સાથે જ આપવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.
2 જૂલાઈના રોજ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વિધાનસભામાં રજૂ થવાનું છે તે પહેલા ગુજરાત સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી કર્મચારીઓને 9 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતુ હતું, જેમાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમારા નાણાં વિભાગને મોંઘવારી ભથ્થામા વધારો કરવાની દરખાસ્ત આવી હતી. રાજ્યના બધા જ સરકારી કર્મચારીઓ જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને પેન્શનરો મળીને કુલ 961638 કર્મચારીઓને જુલાઇ માસના પગાર સાથે આ લાભ મળશે. આ મોંઘવારી ભથ્થાથી સરકાર તિજોરી પર 1, 071 કરોડનો વાર્ષિક બોજો વધશે. આ કર્મચારીઓમાં ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ આવરી લેવામાં આવ્યા છે.
તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વ્યૂઈંગ ગેલેરીમાં આવેલા વરસાદના પાણી મામલે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ અંગેનો રિપોર્ટ મંગાવવામા આવ્યો છે, અને તે અંગે તમામ પગલા લેવામાં આવશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે