હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં ચોમાસાએ ફુલજમાવટ કરી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર એક નજર કરી લઈએ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વંથલીમાં અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં 4 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સવા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં તેમજ સુરતના કામરેજમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મોરબીના વાંકાનેરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના ૨૬ તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોતના આંકડાથી સુરતમાં ફફડાટ, 24 કલાકમાં 16ના અને 48 કલાકમાં 30 દર્દીના મોત


રાજ્યમાં સવારે ૮ વાગ્યા સુધીમાં 9 તાલુકામાં મેંઘમહેર થઈ છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તાલુકામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સુરતના ચોર્યાસીમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો નવસારીના જલાલપુર અને ડાંગના આહવામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. 


સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમા વરસાદ તૂટી પડ્યો હતો. આઠ તાલુકા પૈકી 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ઇડરમાં 15 મીમી, પોશીનામાં 07 મીમી અને વડાલીમાં 02 મીમી વરસાદ પડ્યો છે. 


મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવે FB LIVE થી કરી વિવાદિત વાતો...


અમરેલીમાં રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. જુની માંડરડી ગામ પાસે આવેલ પુલ બેસી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું છે, જેથી પુલ પર વાહન વ્યહાર બંધ કરાયો છે. તંત્ર દ્વારા ઘાતરવડી નદીમાથી પાઇપ લાઇન મૂકી ડ્રાઈવર્ઝન કઢાયું હતું. ઉપરવાસમા પડેલ વરસાદના કારણે પાઇપો તણાય ગઈ હતી, જેથી ડાયવર્ઝન પણ બંધ થયું હતું. રાજુલા - સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ થતા હવે 25 કીમી દૂર ફરીને વાહન ચાલકોને જવુ પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર