મોડી રાત્રે ગુજરાતમાં કહેર બનીને તૂટી પડ્યો વરસાદ, મોટાભાગના જિલ્લાં ભિંજાયા
મોડી રાત્રે ગુજરાતભરના જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરામાં 24 કલાકમાં સારો વરસાદ પડ્યો હતો. કરજણમાં 3.25 ઈંચ વરસાદ વરસ્યો, તો પાદરામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં 1 ઈંચ અને શિનોરમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત વાઘોડિયા, સાવલીમાં પોણા ઈંચ વરસાદ, ડભોઈમાં 8 મીમી અને ડેસરમાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. તો મહીસાગર જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ હતો. ખાનપુર અને બાલાસિનોરમાં 0.75 ઇંચ, કડાણામાં 1.25 વરસાદ, લુણાવાડામાં 2 સંતરામપુરમા 1.45 બે ઇંચ, જ્યારે વીરપુરમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ઝી મીડિયા/ગુજરાત :મોડી રાત્રે ગુજરાતભરના જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો હતો. અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વડોદરામાં 24 કલાકમાં સારો વરસાદ પડ્યો હતો. કરજણમાં 3.25 ઈંચ વરસાદ વરસ્યો, તો પાદરામાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં 1 ઈંચ અને શિનોરમાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત વાઘોડિયા, સાવલીમાં પોણા ઈંચ વરસાદ, ડભોઈમાં 8 મીમી અને ડેસરમાં 7 મીમી વરસાદ વરસ્યો હતો. તો મહીસાગર જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસ્યો વરસાદ હતો. ખાનપુર અને બાલાસિનોરમાં 0.75 ઇંચ, કડાણામાં 1.25 વરસાદ, લુણાવાડામાં 2 સંતરામપુરમા 1.45 બે ઇંચ, જ્યારે વીરપુરમાં 0.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર