જય પટેલ/વલસાડ :વલસાડમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ ખાબકી પડ્યો હતો. જેને કારણે વલસાડના અનેક તાલુકાઓમાં ઘરો, સ્ટેશનમાં પાણી ભરાયા છે. વલસાડની સાથે નવસારીમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. જેને કારણે વલસાડ અને નવસારીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડમાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. 


2 કલાકમાં ખાબકેલા અઢી ઈંચ વરસાદથી વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડ કલેક્ટર લોકોને એલર્ટ કર્યાં
વલસાડ જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને ભારે વરસાદને પગલે એલર્ટ રહેવાની સૂચના આપી છે. જિલ્લા કલેક્ટર ટ્વિટ કરીને કહ્યું કે, અતિભારે વરસાદની આગાહીને પગલે નદીઓમાં પાણી આવી શકે એમ છે. જેને લઇને નીચાણવાળા વિસ્તારમાં રેહતાં લોકોને એલર્ટ કરાયા છે. લોકોને નદીના તટમાં નહિ જવાની સૂચના અપાઇ છે. તો જિલ્લામાં તમામ અધિકારી સરપંચો તેમજ તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે. વરસાદને લઇ તમામ ગતિવિધિ પર ફ્લડ કંટ્રોલ રૂમથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને સતર્ક રહેવા આદેશ કરાયા છે. 


હરિદ્વારમાં ભેખડ ધસી પડતા સુરતના 3 યુવાનો ગંગા નદીમાં ડૂબ્યા, 1નું મોત, 2 લાપતા


પહેલા વરસાદમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાલ થયા બેહાલ, ગેલેરીમાં અંદર પાણી ભરાયા


પાછલા 2 કલાકમાં નોંધાયેલ વરસાદ


  • નવસારી - ૧ ઈંચ

  • જલાલપોર - અડધો ઈંચ

  • ગણદેવી - ૭ એમ.એમ

  • ચીખલી - અડધો ઈંચ

  • વાંસદા - ૨.૪ ઈંચ

  • ખેરગામ - ૩.૨૪ ઈંચ

  • સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં નોંધાયો


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :