2 કલાકમાં ખાબકેલા અઢી ઈંચ વરસાદથી વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરક

વડોદરામાં છેલ્લાં 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યો હતો. વડોદરામાં માત્ર 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સાંબેલાધાર વરસાદને પગલે વડોદરાના અનેક નીચાણવાલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી હતી. 
2 કલાકમાં ખાબકેલા અઢી ઈંચ વરસાદથી વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરક

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં છેલ્લાં 24 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યો હતો. વડોદરામાં માત્ર 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સાંબેલાધાર વરસાદને પગલે વડોદરાના અનેક નીચાણવાલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ, અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી હતી. 

વડોદરામાં ચોમાસાનો વિધીવત પ્રારંભ થતા પહેલીવાર જ ભારે વરસાદ ખાબક્યો હતો. અઢી ઈંચ વરસાદે સમગ્ર વડોદરાને બાનમાં લીધું હતું. તો, વડોદરાના ગાજરાવાડીની સિંધુ નગર સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાના બનાવ બન્યા હતા. લોકોના ઘરમાં પાણી ભરાયા ટબ કે અન્ય વાસણોથી પાણી ઘરમાંથી બહાર કાઢવુ પડ્યું હતું. જેને પગલે સ્થાનિકોમાં કોર્પોરેશનની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. 

અલકાપુરી ગરનાલામાં પાણી ભરાયા 
વડોદરાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા સ્ટેશન પાસેના ગરનાળામાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા રહી હતી. ગરનાળાના બંને રસ્તાઓમાં પાણી ભરાયા હતા, જેથી વાહનોને ભારે હાલાકીથી પસાર થવુ પડ્યું હતું. જોકે, વરસાદ ઓછો થતા એક બાજુનુ નાલુ ચાલુ કરાયુ હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 20 જિલ્લાના 92 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી છે. સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં 8 ઇંચ નોંધાયો હતો. તો પારડીમાં 7 ઇંચ, કપરાડા 6 ઇંચ, ઉંમરગામ 6 ઈંચ, વલસાડમાં 5 ઇંચ, કરજણ 4 ઈંચ, નવસારી 4 ઇંચ, પલસાણા 4 ઇંચ, સિહોર 4 ઇંચ, ગણદેવી 4 ઇંચ, ઘોઘા 3.5 ઇંચ, લાઠી 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news