સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી તમામ નદીઓ ગાંડીતુર: દેવકીમાં 8 કલાકમાં 8 ઇંચ
સૌરાષ્ટ્રમાં આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું. બપોર બાદ વરસાદે જમાવટ કરતા લોકોને રાહત થઇ હતી. રાજકોટમાં ધીમી ધારે જિલ્લામાં શાપર, ગોંડલ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમેરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસવાનાં કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેતપુરના દેવકીગાલોળમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજકોટ : સૌરાષ્ટ્રમાં આજ સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું. બપોર બાદ વરસાદે જમાવટ કરતા લોકોને રાહત થઇ હતી. રાજકોટમાં ધીમી ધારે જિલ્લામાં શાપર, ગોંડલ સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમેરેલીમાં પણ ધોધમાર વરસાદ વરસવાનાં કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેતપુરના દેવકીગાલોળમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લામાં શાપર વેરાવળ, ગોંડલ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતો પણ ખુશ થયા હતા. આગામી 48 કલાકમાં દરિયા કિનારાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાનાં રાજુલા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાનાં કારણે તમામ નદીઓ બે કાંઠી વહી રહી છે. જ્યારે ભાવનગરનાં મહુવામાં પણ ભારે વરસાદ પડતા રાજુલા અને મહુવા વચ્ચેની તમામ નદીઓ ગાંડીતુર બની છે. વહેલી સવારથી ઝરમર ઝરમર ચાલુ થયેલ વરસાદ બપોર સુધીમાં વધી ગયો હતો. જે સાંજ સુધી અવિરત પડ્યો હતો.
અમરેલી જિલ્લામાં સતત પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, જાફરાબાદ, લીલીયા, વડિયા બગસરામાં વરસાદ ધોધમાર પડતા એકથી ડોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાનાં 7 તાલુકા મથકો પર વરસાદ પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખીય છે કે મધ્યગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં વરસાદની અછત છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.