દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર: 17 તાલુકાઓમાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે વહેલી સવારથી જ મેઘ સવારી આવી પહોંચી હતી. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 17 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાનાં ઉમરાપાડા અને કામરેજમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેના પગલે સ્થાનિકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
સુરત : દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે વહેલી સવારથી જ મેઘ સવારી આવી પહોંચી હતી. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 17 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાનાં ઉમરાપાડા અને કામરેજમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. જેના પગલે સ્થાનિકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિકનો હુંકાર, પેટાચૂંટણીની 8 બેઠકો પર કોંગ્રેસની જીત થશે
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો. સવારથી જ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતનાં 17 તાલુકામાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સરકાર અમારું આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે : દિનેશ બાંભણિયા
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં ઉમરાપાડામાં 19 મિ.મિ કામરેજમાં 17, માંગરોળમાં 10 ઇંચ વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા પહેલાથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube