સુરતના ઓલપાડમાં 4 કલાકમાં 11 ઈંચ વરસાદ, NDRFની ટીમ સુરત મોકલાઈ, સ્કૂલોમાં રજા જાહેર
સુરત શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદે સુરત શહેરને બાનમાં લીધું છે. સુરતના અનેક વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. સૌથી વધુ કપરી હાલત સુરતના ઓલપાડ વિસ્તારની છે. ઓલપાડ તાલુકામાં સવારે 6 થી 10 વાગ્યા શુધી માં 11 ઇંચ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
સુરત :સુરત શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદે સુરત શહેરને બાનમાં લીધું છે. સુરતના અનેક વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. સૌથી વધુ કપરી હાલત સુરતના ઓલપાડ વિસ્તારની છે. ઓલપાડ તાલુકામાં સવારે 6 થી 10 વાગ્યા શુધી માં 11 ઇંચ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેને કારણે ઓલપાડ તાલુકાની પરિસ્થિતિ વણસી છે. સુરત જિલ્લામા ભારે વરસાદના પગલે વધુ ફોર્સ મોકલવામાં આવી છે. એનડીઆરએફ અને એસડીઆરેફની એક એક ટીમ સુરત ડાયવર્ટ કરવામાં આવી છે. સુરતમાં એનડીઆરએફની કુલ 2 ટીમો ખડેપગે તૈનાત રહેશે. સમગ્ર જિલ્લામાં ભારે વરસાદના પગલે નિર્ણય લેવાયો છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન : કપરાડામાં 10.44 ઈંચ, સુરતના માંગરોળમાં 11 ઈંચ વરસાદ
ઓલપાડમાં ઘૂંટણસમા પાણી
11 ઈંચ વરસાદથી ઓલપાડ તાલુકાની હાલત બગડી ગઈ છે. ઓલપાડ સાયણ રોડ પર પાણી ભરાયા છે. તો ઓલપાડ હાથીસા રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે. ઓલપાડ, સાયણ સહિતના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓલપાડના મુખ્ય બજારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. મુખ્ય બજારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જેને પગલે વાહનવ્યવહારને અસર પહોંચી છે.
8 ઈંચ વરસાદના પાણી હજી પણ રાજકોટમાંથી ઓસર્યા નથી, ઠેરઠેર પાણી ભરાયા
ભારે વરસાદને કારણે બે કલાકમાં સડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અવિરત વરસાદને કારણે અનેક જગ્યાઓ પણ ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા છે. તો બીજી તરફ, ડીઈઓ દ્વારા સ્કૂલોને રજાનો નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. સુરતના કતારગામ, અમરોલી, વરાછા, વેડરોડ, લિંબાયત, પાલનપુર પાટિયા સહિતના વિસ્તારોની સ્કૂલોમાં રજા આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :