પિતાએ પોલીસ સ્ટેશનમાં રડતા-રડતા કહ્યું, ‘સાહેબ, મારા છોકરાથી બચાવો, તેણે મને ક્રિકેટના બેટથી ફટકાર્યા...’

માતા પિતા  પેટે પાટા બાંધીને પોતાના બાળકોનો ઉછેર કરતા હોય છે, પણ જ્યારે પુત્રને માતા પિતાને નહિ સાચવ્યાનાં અનેક કિસ્સાઓ સમાજમાં સામે આવતા હોય છે. આવામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં રહેતુ એક વૃદ્ધ દંપતી રડતા-રડતા પોલીસ સ્ટેશન આવ્યું અને દીકરા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી. હાલ વસ્ત્રાપુર પોલીસે વૃદ્ધ પિતાની ફરિયાદના આધારે દીકરાને લોકઅપમાં પૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
પિતાએ પોલીસ સ્ટેશનમાં રડતા-રડતા કહ્યું, ‘સાહેબ, મારા છોકરાથી બચાવો, તેણે મને ક્રિકેટના બેટથી ફટકાર્યા...’

મૌલિક ધામેચા/અમદાવાદ :માતા પિતા  પેટે પાટા બાંધીને પોતાના બાળકોનો ઉછેર કરતા હોય છે, પણ જ્યારે પુત્રને માતા પિતાને નહિ સાચવ્યાનાં અનેક કિસ્સાઓ સમાજમાં સામે આવતા હોય છે. આવામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં રહેતુ એક વૃદ્ધ દંપતી રડતા-રડતા પોલીસ સ્ટેશન આવ્યું અને દીકરા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી. હાલ વસ્ત્રાપુર પોલીસે વૃદ્ધ પિતાની ફરિયાદના આધારે દીકરાને લોકઅપમાં પૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરામાં પૂરના પાણી ઓસરતા જ મહાસફાઈ અભિયાન શરૂ કરાશે, અન્ય શહેરના સફાઈ કર્મચારીઓ પણ જોડાશે

‘સાહેબ અમને અમારા છોકરાથી બચાવો, અમને બહુ જ હેરાન કરે છે, અને આજે તો તેણે મને બે લાફા મારીને ક્રિકેટના બેટથી ફટકાર્યા...’ આ શબ્દો છે એક લાચાર વૃદ્ધ પિતાના. કે જેમણે પુત્રનો માર ખાઈ વસ્ત્રાપુર પોલીસ સમક્ષ પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરી. વાત જાણે એમ હતી કે બુધવારે સવારે પુત્ર જીગરે પિતા યોગેશભાઈ પાસેથી રૂપિયા માંગ્યા હતા. પિતાએ રૂપિયા આપવાની ના પાડતાં ઝઘડો કરીને તેણે પિતાને બે લાફા મારી દીધા હતા. એટલું જ નહીં પુત્ર જીગરે ઘરમાંથી ક્રિકેટ રમવાનું બેટ લાવી બેટથી યોગેશભાઇને પેટના ભાગે મારવાનું શરૂ કર્યું હતું. જીગર માતા-પિતાને ગંદી ગાળો બોલતો હતો. જોકે માતાએ વચ્ચે પડીને યોગેશભાઇને બચાવ્યા હતા. તેમ છતાં પણ જીગર માતા-પિતાને ગંદી
ગાળો બોલતો હતો. બાદમાં અસહ્ય ત્રાસથી કંટાળીને પિતાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. સંદેશો મળતા વસ્ત્રાપુર પોલીસ આવી પહોંચી હતી અને યોગેશભાઇ અને હર્ષિદાબહેનને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. 

યોગેશભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે જીગર વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડીને લોકઅપમાં પૂરી દીધો હતો. માતાપિતાએ આક્ષેપ લગાવ્યા કે, તેમની પુત્રવધૂએ પણ ત્રણ માસ પહેલા સાસુનો હાથ પણ તોડી નાંખ્યો હતો. પોલીસે પુત્રને લોકઅપમાં નાંખતા જ જિગરને પૂછ્યું હતું કે, ‘કેમ માતા-પિતા સાથે ઝઘડો અને મારઝૂડ કરે છે, પ્રોબ્લેમ શું છે?’ ત્યારે જિગરે પોલીસને કહ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરી લો, જેલમાં પૂરવો હોય તો પૂરી દો મને કોઇ ફરક પડતો નથી. 

હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન આવેલા પુત્રવધુએ સાસુ-સસરાના તમામ આક્ષેપોને નકારી ઘરેલુ સામાન્ય ઝઘડો હોવાનું કહી પોતાનો બચાવ કર્યો હતો. પણ પોલીસે તેમનું ન સાંભળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news