ઉમેશ પટેલ/વલસાડ :સાડા આઠ ઈંચ વરસાદથી વલસાડ જિલ્લાનું ઉમરગામ પાણી પાણી થઈ ગયું છે. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. તાલુકાના ભિલાડ અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે બે કલાકના ગાળામાં જ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે ઉમરગામના વિવિધ વિસ્તારોમાં પાણી ફરાયા છે. ઉમરગામ તાલુકાના ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, એસએમવી રોડ જેવા અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકામાં વરસેલા પહેલા વરસાદથી જ ઉમરગામ 
પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે. 


ઝાડ પડતા રસ્તો બ્લોક


વલસાડ જિલ્લામાં સવારથી ભારે પવન સાથે વરસાદ પડતાં ધરમપુર રોડ ઉપર આંબલીનું મહાકાય વૃક્ષ ધરાશાય થતા વલસાડ ધરમપુરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. જેને લઈને એક કલાક સુધી ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા. સ્થાનિક પ્રસાસન દ્વારા ઝાડ હટાવવાની કાનગીરી હાથ ધરવામાં આવી રહી છે. રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઝાડને દૂર કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ઝાડ પડ્યું હતું


નવસારી જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીના પુલ પાણીમાં ગરકાવ થઇ ચૂક્યો છે. ત્યારે મેલરીયા નદીના પુલ ઉપરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઇ રહ્યો છે. આ પ્રવાહની વચ્ચે ગામના કેટલાક લોકો પોતાના જીવના જોખમે પાણીમાં તણાઈ આવતા લાકડા લેવા માટે આ પુલ ઉપર આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા પણ તેમને રોકવામાં આવી રહ્યા નથી.


  • ઉમરગામમાં 8.46 ઇંચ

  • કપરાડા 1.42 ઇંચ

  • ધરમપુર 3 ઇંચ

  • પારડી 1.46 ઇંચ

  • વલસાડ 4.30 ઈંચ 

  • વાપી 6.30 ઈંચ 


વલસાડમાં છે ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.