Gujarat Monsoon 2024: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ! શું ગુજરાતના આ વિસ્તારો પાણી-પાણી થઈ જશે? લેટેસ્ટ આગાહી


આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તથા આગામી 14 જુલાઈ, 2024 સુધી રાજયમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. રાજયમાં ભારે વરસાદની ચેતવણીના ભાગ રૂપે એન.ડી.આર.એફ./ એસ.ડી.આર.એફ.ની ટીમોનું જિલ્લાઓ ખાતે ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે અને જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત/બચાવની કામગીરી  કરવા સૂચના આપવામાં આવેલ છે.


હરિયાણામાં પાર્ટી અધ્યક્ષની નિમણૂક બાદ ગુજરાતને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? ચર્ચા


આરોગ્ય વિભાગ સાથે ઋતુ જન્ય રોગચાળાની સ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલનમાં રહી ક્લોરીનેશન અને સફાઇની યોગ્ય કામગીરી કરવા રાહત કમિશનરે સૂચના આપી હતી.


આ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી


રાહત કમિશનર દ્વારા બેઠકમાં હાજર રહેલ તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન તથા જરૂરી સૂચનાઓ પાઠવવામાં આવી તથા સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ લાઈન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું હતું.


સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ: સ્વંય ઇન્દ્રદેવ અભિષેક કરતા હોય તેવું મનમોહક દ્ર


આ બેઠકમાં સિંચાઈ, SSNNL, CWC- Mahi & Tapi Division, ફોરેસ્ટ, આરોગ્ય, BISAG-N, ફિશરીઝ, ઇન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, જી.એમ.બી., ઊર્જા, માર્ગ અને  મકાન, GSRTC, યુ.ડી.ડી, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, માહિતી વિભાગના તથા ઈન્ડિયન એરફોર્સ ના નોડલ અઘિકારીઓ હાજર રહ્યા હતા.