રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં તાજેતરમાં જ ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે હવે ગઈકાલ સાંજથી ફરી વડોદરામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટ પર પહોંચી ગઈ છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડવાના આદેશ આપવામાં આવ્યા છે.


ભરૂચ પાસે નર્મદા નદી વોર્નિંગ લેવલ ક્રોસ કરવાની તૈયારીમાં, 3 ગામ ખાલી કરાવાયા  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં મોડી રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે ફરી એકવાર વિશ્વામિત્રી નદીની સપાટી વધી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 15 ફૂટે પહોંચી છે. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. આજવા ડેમ અને પ્રતાપપુરા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં સતત પાણી આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદીમાં 8300 કયુસેક પાણીની આવક થઈ રહી છે. આજવા ડેમની સપાટી પણ 212.15 ફૂટ થઈ છે, જેને પગલે વડોદરા કલેકટરે તાત્કાલીક અધિકારીઓની બેઠક બોલાવી છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માઈકમાં એનાઉસમેન્ટ શરૂ કર્યુ છે.


આખા ગુજરાતમાં ભારે વરસાદને પગલે NDRFની 18 ટીમો તૈનાત, 16 ગામોમાં વીજળી ડુલ



વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડવા આદેશ
વિશ્વામિત્રીનું ભયજનક લેવલ જોતા વડોદરાના કાર્યકારી મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા કલેકટરે શાળા તથા કોલેજોના વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડી મૂકવાના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આવેલા પૂરને પગલે વડોદરામાં અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજમાં અટવાયા હતા. જેથી આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે વિદ્યાર્થીઓને તાત્કાલિક છોડી મૂકવાના આદેશ આપ્યા છે.


અગમચેતીના પગલાં રૂપે ડભોઇ ખાતે Sdrf ની ટીમ મોકલાઈ છે. વડોદરામાં ndrf ની બે ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે લોકોને સાવચેત રહેવા એલર્ટ કર્યા છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :