ઝી મીડિયા/બ્યૂરો :ચોમાસાનું આગમન થઈ ગયું છે. એક તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કોરાધોકાર છે, ત્યાં સૌરાષ્ટ્રમા મેઘરાજા મન મૂકીને તૂટી પડ્યા છે. દ્વારકા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે. આજે દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં વીજળી પડી હતી. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં વીજળી પડતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. 


રાજકોટની ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો તણાઇ, એક વ્યક્તિ મિસિંગ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકાના કલ્યાણપુરમા મેઘરાજા મહેરબાન થયા છે. ગઈ કાલે અહીં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. તો આજે સવારે પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ચૂર, ગોલણ શેરડી, કેનેડી, બાકોડી, માલેતા, સતાપર, ભોપલકા, ખાખરડા, પટેલકા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. કલ્યાણપુરનાં ગ્રામ્ય વિસ્તારમાં ચારો તરફ પાણી જ પાણી ફરી વળ્યાં છે. નાના મોટા ચેકડેમો અને નદીનાળા છલકાયા છે. તો સાથે જ ખેડૂતોના પાકને પણ ખૂબ ફાયદો થયો છે. વરસાદ થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


ઉનાના ગીરગઢડામાં સાંબેલાધાર વરસાદથી માહોલ ખુશ્નુમા કર્યો છે. ઉના ગીરગઢડા સહિત ગીરમાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. મચ્છુન્દ્રી ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે. તો દ્રોણેશ્વર ડેમ છલકાયો છે. તેમજ રાવલ ડેમના ગમે ત્યારે ગેટ ખોલવાની ચેતવણી આપી દેવાઈ છે. 


પ્રેમિકાની પત્નીને ધમકી, ‘અમે પોલીસ ખાતામાં છીએ, તારાથી થાય તે કરી લે, તારો પતિ મારા અંકુશમાં છે’


અમરેલીના ધારીના હરિપરા સિમ વિસ્તારોમાં આવેલ રામબાગ પાસે ગાંધી બ્રિજવાળી સ્થાનિક નદીમાં પુર આવતા એક ખેડૂત તણાયો હોવાની આશંકા છે. ગઈકાલે સાંજે વરસાદ આવતા ઉપર વાસમાંથી પાણી આવતા ખેડૂત બાઇક સાથે પાણીમાં તણાયો હોવાની શંકા છે. ખેડૂતનું બાઇક નદીના કોઝવે પાસેથી મળી આવ્યું છે. જેથી ખેડૂતની શોધખોળ શરૂ કરાઈ છે. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર શરુ છે. જિલ્લામાં બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો તાલુકા વાઈઝ વરસાદ પર નજર કરીએ તો, પોરબંદરમાં 2 ઈંચ, કુતિયાણામાં 1 ઈંચ અને રાણાવાવમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર